૩ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં આજે (૨૫મી ઓગસ્ટ) વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. બીજી તરફ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ૨૧ જિલ્લામાં ૧૦:૦૦ વાગ્યા સુધી ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને  ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ઍલર્ટ જાહેર – Rakhewal Daily

હવામાંન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતિત |  Unseasonal rain forecast in Gujarat in next 24 hours - Gujarat Samachar

૨૬ મીથી ૨૭ મી ઓગસ્ટના રોજ રાજ્યના ૨૦ થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ-યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં  ઠંડક પ્રસરી | Ahmedabad weather today Heavy Rain Alert monsoon 22 august  2025 - Gujarat Samachar

રાજ્યમાં આગામી ૨૮ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા  વરસાદની આગાહી – Rakhewal Daily

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ ૨૭.૫૦ ઈંચ સાથે ૮૦ % વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૩૭ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને ૨૦૭ જળાશયોમાં સરેરાશ જળસ્તર ૭૮.૮૨ % છે. ૫૯ જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે ૭૮ જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *