ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલ પર બે મિસાઈલ ઝિંકી

ઈઝરાયલે ગાઝામાં ફરી ભયાનક હુમલો કર્યો છે. પેલેસ્ટાઈની આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, ઈઝરાયલી સેનાએ ગાઝાની નાસર હોસ્પિટલ પર બે મિસાઈલો ઝિંકી છે, જેમાં ચાર પત્રકાર સહિત ૧૯ લોકોના મોત થયા છે. આ મામલે હજુ સુધી ઈઝરાયલી સેના અને વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

VIDEO : ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલ પર બે મિસાઈલ ઝિંકી, ચાર પત્રકારો સહિત 19 લોકોના મોત 1 - image

ઈઝરાયલી સેનાએ ગાઝાની મુખ્ય નાસર હોસ્પિટલ પર મિસાઈલ ઝિંકી હતી, જેમાં ચોથા માળે અનેક લોકોના મોત થયા છે. આ દરમિયાન રાહત અને બચાવ કર્મચારીઓ તુરંત ચોથા માળે પહોંચ્યા હતા, ત્યારે તે જ સ્થળે અચાનક બીજી મિસાઈલ ઝિંકવામાં આવી હતી. આ હુમલામાં ચાર પત્રકારો સહિત ૧૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Leaders, journalist groups react to Israeli Gaza strike that killed five  journalists | GMA News Online

દક્ષિણ ગાઝાના ખાન યૂનિસમાં આવેલી સૌથી મોટી નાસર હોસ્પિટલ ૨૨ મહિનાથી યુદ્ધ અને હુમલાઓનો સામનો કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, હોસ્પિટલમાં દવાઓની સામગ્રી અને કર્મચારીઓની ભારે અછત છે. બીજીતરફ આરોગ્ય મંત્રાલયના રિકોર્ડ વિભાગના પ્રમુખ જહીર અ-વહીદીએ કહ્યું કે, નાસર હોસ્પિટલમાં હુમલો થવાના કારણે કુલ ૧૯ લોકોના મોત થયા છે.

Israel strikes a Gaza hospital twice, killing at least 20, including  journalists and rescuers - The Korea Herald

બીજીતરફ શિફા હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, ગાઝા શહેરના એક વિસ્તારમાં પણ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ બાળકો સહિત ત્રણ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. આ ઉપરાંત અલ-અવદા હોસ્પિટલે કહ્યું કે, ઈઝરાયલી સેનાએ મધ્ય ગાઝામાં વિતરણ કેન્દ્ર તરફ આવી રહેલા અનેક લોકો પર આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 6ના મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી સેનાએ સહાય લેવા માટે આવી રહેલા લોકોને પ્રશ્નો પૂછ્યા હતા, જેના તેમને જવાબ ન આપતા તેઓએ ગોળીબાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *