વ્હાઇટ હાઉસમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું કોઈ તાનાશાહ નથી, પરંતુ એક ખૂબ સમજદાર અને વ્યૂહાત્મક રીતે વિચારનાર વ્યક્તિ છું…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં વ્હાઇટ હાઉસમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના અધ્યક્ષપદના નિર્ણયો અને વિદેશ નીતિઓ અંગે ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, હું કોઈ તાનાશાહ નથી, પરંતુ એક ખૂબ સમજદાર અને વ્યૂહાત્મક રીતે વિચારનાર વ્યક્તિ છું.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, એક સમય એવો આવ્યો હતો જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષે ખૂબ ઘાતક રૂપ ધારણ કરી લીધું હતું. તેમણે કહ્યું, જંગ ટૂંકા સમયમાં પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતું. તેઓએ કહ્યું કે, ત્યારે ૭ જેટ વિમાનો ધરાશાયી કરવામાં આવ્યા હતા અને અમે પાસે તે જંગને રોકવા માટે માત્ર થોડા જ કલાકો હતા. મેં તેને અટકાવ્યુ.
આ સાથે ટ્રમ્પે જણાવ્યું કે, તેઓના શાસન દરમિયાન ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર એક મોટું એર સ્ટ્રાઈક કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, આ એક સંપૂર્ણ રીતે દોષરહિત ઓપરેશન હતું, જેમાં 52 ટૅન્કર અને અનેક F-૨૨ તથા B-૨ બોમ્બર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ આ પ્રકારના કાર્યવાહીથી દુનિયામાં શાંતિ જાળવવાનો દાવો કર્યો. ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ એટલે કે આવક પર લાગતા ટેક્સથી તેમણે અર્થતંત્રને મજબૂત બનાવ્યું અને યુદ્ધોથી બચાવ્યું.
ટ્રમ્પે જણાવ્યું કે હવે અમેરિકા યુક્રેન પર પૈસા ખર્ચતું નથી. અમે નાટો સાથે કામ કરીએ છીએ, યુક્રેન સાથે નહીં. અમે યુદ્ધને સમાપ્ત કરવા માંગીએ છીએ અને આ દિશામાં વ્લાદિમિર પુટિન સાથે પણ ચર્ચા કરી છે. તેઓએ કહ્યું કે, યુદ્ધ રોકાવું તેમના માટે પહેલા સરળ હતું, પરંતુ હાલ એ હવે વધુ જટિલ બન્યું છે.