ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મેં ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે આ સાથે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવવાનો દાવો કર્યો હતો.
ભારત પર અમેરિકન ટેરિફ આજથી લાગુ થવા વચ્ચે ટ્રમ્પે કહ્યું કે મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી ૫ કલાકમાં બંને દેશો વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ભારત પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી આગ્રહ કરાયા બાદ સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ હતી.
મીડિયાના અહેવાલો અનુસાર ટ્રમ્પે કહ્યું કે હું એક ખૂબ જ શાનદાર વ્યક્તિ નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહ્યો હતો. મેં તેમને પૂછ્યું કે તમારી અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે. તે સમયે નફરત ચરમસીમાએ હતી. આ બધુ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. અલગ અલગ નામે ઘણા વર્ષોથી ચાલુ છે.
ટ્રમ્પે કહ્યું કે મેં તેમને કહ્યું કે હું તમારી સાથે કોઈ વેપારી ડીલ નથી કરવા માગતો. તમે લોકો પરમાણુ યુદ્ધમાં ફસાઈ જાઓ તેવા છો. મને ફરી આવતીકાલે ફરી કરજો પણ હાં, અમે તમારી સાથે કોઈ ડીલ નથી કરવાના પરંતુ મસમોટું ટેરિફ લગાવીશું તો તમારું માથું ચકરાઈ જશે. પછી પીએમ મોદી સાથેની વાતચીતના ૫ કલાક બાદ ડીલ ફાઈનલ થઈ.