ટ્રમ્પના સલાહકારની ભારતને વણમાગી સલાહ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધ્યો છે.  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિકાસ કરાયેલા માલ પર ૫૦ % ટેરિફ લાદી દીધો છે. આ દરમિયાન યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે જો ભારત અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર નહીં ખોલે, તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નરમ નહીં કરે.

US tariff India Russia oil | India defies Donald Trump: Russian oil keeps  flowing even as tariff axe falls - Telegraph India

હેસેટે કહ્યું કે જો ભારત પીછેહઠ નહીં કરે, તો મને નથી લાગતું કે પ્રમુખ ટ્રમ્પ પણ કોઈ છૂટ આપશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ભારત સામે અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર ન ખોલવામાં હઠીલું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને સંકેત આપ્યો કે જો ભારત પીછેહઠ કરવાનો ઇનકાર કરશે તો પ્રમુખ ટ્રમ્પ પોતાનું વલણ કડક કરી શકે છે.

White House adviser Kevin Hassett stepping down | Fox News

“મને લાગે છે કે આ એક જટિલ સંબંધ છે. તેનો એક ભાગ રશિયા પર દબાણ લાવવાના અમારા પ્રયાસો સાથે સંબંધિત છે જેથી શાંતિ કરાર થઈ શકે અને લાખો લોકોના જીવ બચાવી શકાય અને પછી તેનું બજાર ખોલવામાં ભારતનું હઠીલું વલણ પણ આમાં શામેલ છે.” તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને પુષ્ટિ કરી છે કે બુધવારથી ભારતીય માલ પર ટેરિફમાં ૫૦ % નો વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના 6 ઓગસ્ટના એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અને વેપાર કરારમાં વિલંબ હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *