ટ્રમ્પને મોટો ઝટકો!

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ટેરિફ મામલે મોટો ઝટકો આપ્યો છે. એક અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા, જેનાથી અમેરિકન રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે ઈમરજન્સીની સત્તા છે, પરંતુ તેમને ટેરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી.

Appeals court finds Trump's sweeping tariffs unconstitutional but leaves  them in place for now - Castanet.net

આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે ટેરિફને ૧૪ ઓક્ટોબર સુધી યથાવત રાખવાની મંજૂરી આપી, જેનાથી ટ્રમ્પ વહીવટીતંત્રને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી ગઇ હતી. 

Trump's war on the Fed has created a 'twist steepener' in the bond market,  and it's hurting the dollar | Fortune

ટ્રમ્પે કોર્ટના આદેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને કહ્યું કે તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને ખોટો અને પક્ષપાતી ગણાવ્યો અને કહ્યું કે જો આ નિર્ણય બદલવામાં નહીં આવે તો અમેરિકાનો વિનાશ થઈ જશે. અમે સુપ્રીમ કોર્ટની મદદથી આપણા રાષ્ટ્રના હિતમાં ટેરિફનો ઉપયોગ કરીશું.

Appeals court finds Trump had no right to impose tariffs, but leaves them  in place for now | PBS News

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “બધા ટેરિફ હજુ પણ લાગુ છે. આજે એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે આપણા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે. જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો તે દેશ માટે એક મોટી આફત સાબિત થશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *