ટ્રમ્પનો દાવો: એકતરફી સંબધોથી અમેરિકાને નુકસાન

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ ૫૦ % ટેરિફ ઝીંકયો છે. પહેલા ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો શ્રેય લેવા પ્રયાસ કર્યા, પછી ટ્રેડ ડીલ મુદ્દે પણ તણાવ થતાં બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. એવામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર આકરા પ્રહાર કર્યા છે. આટલું જ નહીં ટ્રમ્પનો દાવો છે કે ભારતે ટેરિફ ઘટાડવાની ઓફર આપી છે. 

Fear triumphs over hope as Trump wins the presidency – how did it happen? |  US elections 2024 | The Guardian

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી ભારત પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, કે ‘અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે પરંતુ ભારત આપણી સાથે મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે. બીજા શબ્દોમાં કહું તો ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સામાન વેચે છે, આપણે તેમના સૌથી મોટા ગ્રાહક છીએ પણ આપણે ત્યાં ખૂબ ઓછો સામાન વેચીએ છીએ. છેલ્લા ઘણા દાયકાઓથી આ એકતરફી સંબંધો ચાલી રહ્યા હતા.’ 

ભારતે ટેરિફ ઘટાડવા પ્રસ્તાવ આપ્યો, એકતરફી સંબધોથી અમેરિકાને નુકસાન: ટ્રમ્પનો દાવો 2 - image

 ‘ભારત અત્યાર સુધી અમેરિકા પર ખૂબ મોટા પ્રમાણમાં ટેરિફ લગાવતું હતું, જેના કારણે ત્યાં કોઈ પણ સામાન વેચવો ખૂબ અઘરો હતો. આટલું જ નહીં ભારત મોટા પ્રમાણમાં ઓઇલ અને સૈન્ય હથિયારો રશિયા પાસેથી જ ખરીદે છે. ભારતે હવે ટેરિફ ઘટાડવા પ્રસ્તાવ આપ્યો છે, પણ હવે ખૂબ વિલંબ થઈ રહ્યો છે. ભારતે આ વર્ષો અગાઉ જ કરવા જેવું હતું.’ 

Trump administration eyes sweeping travel ban on 43 countries- Report Part  of an ongoing effort to tighten immigration policies; Russia, Pakistan,  Iran among the listed nations | Bhaskar English

નોંધનીય છે કે આજે જ વડાપ્રધાન મોદી ચીનમાં આયોજિત એસસીઓ સમિટમાં સામેલ થયા હતા. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓની મુલાકાતની તસવીરો વિશ્વ  આખામાં વાઇરલ થઈ હતી. આ સમિટમાં અમેરિકાનું નામ લીધા વિના કડક સંદેશો આપવામાં આવ્યો હતો. 

PM Modi, Putin share a hug at SCO meet in China, send message to Trump -  India Today

અમેરિકા દ્વારા ભારત પર સતત રશિયાના ઓઇલ મુદ્દે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેબિનેટના સદસ્યો, ટ્રમ્પના સલાહકાર અને વ્હાઇટ હાઉસના પ્રવક્તા અવાર નવાર રશિયાથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર પ્રહાર કરી રહ્યા છે. જોકે ભારતે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ઓઇલ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે, ચીન અને યુરોપ પણ ઓઇલ અને ગેસ ખરીદે છે. ભારતને જ્યાંથી સૌથી સારી ડીલ મળશે ત્યાંથી ઓઇલ ખરીદવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *