સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી ૭ સપ્ટેમ્બર સુધી રાજ્યના ૨૫થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં ૪ સપ્ટેમ્બર રાજ્યના ૧૫૬ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો.
ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે સવારના ૦૬:૦૦ વાગ્યા થી રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૧૫૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના સોનગઢમાં ૪.૩૩ ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં ૪.૨૧ ઇંચ, ભરૂચમાં ૩.૮૨ ઇંચ, નેત્રંગમાં ૩.૭ ઇંચ, અમદાવાદના ધોલેરામાં ૩.૫૪ ઇંચ, દાહોદના સિંગવડમાં ૩.૫ ઇંચ, આણંદના ખંભાતમાં ૨.૯૯ ઇંચ, દાહોદના સંજેલીમાં ૨.૯૫ ઇંચ, ભરૂચના ઝઘડિયામાં ૨.૯૧ ઇંચ વરસાદ ખાબક્યો છે.
તાપીના વ્યારા, કુકરમુંડા, સુરતના માંડવી, માંગરોળ, કામરેજ, ઓલપાડ, ભાવનગરના ઘોઘા, પંચમહાલના જાંબુઘોડા, નર્મદા સહિતના ૨૬ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય ૧૩૦ તાલુકામાં ૧ ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.