૧૪ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મૂશળધાર વરસાદ બાદ બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ૧૪ સપ્ટેમ્બર સુધી, રાજ્યમાં ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ જોવા મળી શકે છે. 

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. 

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ 2 - image

૧૪ સપ્ટેમ્બરઃ  શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. 

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ 3 - image

૧૫ સપ્ટેમ્બરઃ રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ 4 - image

૧૬ સપ્ટેમ્બરઃ સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

Weather Gif

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *