ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) ના એમડી જયેન મહેતાએ કહ્યું, ‘તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ નથી કારણ કે જીએસટી માં કોઈ ઘટાડો થયો નથી.
શું તમારા મનમાં પણ આ પ્રશ્ન છે કે જીએસટી ૨.૦ લાગુ થયા પછી પેકેજ્ડ દૂધના ભાવમાં ફેરફાર થશે. હવે આ અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે. દેશની સૌથી લોકપ્રિય ડેરી બ્રાન્ડ્સમાંની એક, અમુલે સ્પષ્ટતા કરી છે કે ૨૨ સપ્ટેમ્બરથી પાઉચ દૂધના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં કારણ કે તે પહેલાથી જ શૂન્ય % જીએસટી આકર્ષે છે.
પહેલેથી જ ૦ % જીએસટી લાગુ છે
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) ના એમડી જયેન મહેતાએ કહ્યું, ‘તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ નથી કારણ કે જીએસટી માં કોઈ ઘટાડો થયો નથી. પાઉચ દૂધ પર હંમેશા ૦ % જીએસટી રહ્યો છે.’
આ પહેલા કેટલાક મીડિયા અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે જીએસટી ૨.૦ માળખા હેઠળ પાઉચ દૂધના ભાવમાં ૩ થી ૪ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.