ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારત આવે તેવી શક્યતા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે બગડેલા ભારત સાથેના સંબંધોને પાટા પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બંને દેશોના નેતૃત્વએ એના માટે પહેલ પણ કરી છે. આ બધા વચ્ચે ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે શુક્રવારે કહ્યું કે ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપવા માટે ભારત આવશે. તેમણે એમ પણ કહ્યું કે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

US Prez Donald Trump accepts PM Modi's invite to the upcoming QUAD summit |  World News - Business Standard

“ક્વાડ બેઠક અંગે વાતચીત થઈ છે. ચોક્કસ તારીખ આપ્યા વિના, હું કહી શકું છું કે પ્રમુખ ટ્રમ્પ ક્વાડના સાતત્ય અને સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” ગત વર્ષે અહેવાલ આવ્યા હતા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, જે ક્વાડનો ભાગ છે, આ વર્ષે ભારતમાં શિખર સંમેલન યોજવાનું વિચારી રહ્યા છે. 2024 ક્વાડ સમિટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેન વિદેશ પ્રવાસ કરી શકતા ન હોવાથી અને ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ક્વાડ સમિટ અમેરિકામાં યોજાઈ હતી. જોકે આ વર્ષની બેઠક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા યોજાયેલી બેઠક કરતાં અલગ હશે, કારણ કે અમેરિકા અને જાપાનમાં નવા નેતૃત્વકાર સત્તામા આવ્યા છે.

Latest News: Today's News Headlines, Breaking News India, World News and  Cricket News | Latest News Today | Hindustan Times

સર્જિયો ગોરે કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ આ વર્ષે જાપાનની મુલાકાતે ગયા હતા અને ત્યાંના વડા પ્રધાનને મળ્યા છે. જાપાન પણ ક્વાડનો એક ભાગ છે અને તેમણે આ સંબંધના મહત્વ પર પણ ભાર મૂક્યો છે, જેના પર આપણે વધુ કામ કરવું પડશે. ગોરે કહ્યું કે તાજેતરમાં અલાસ્કામાં બંને દેશોના ૫૦૦ સૈનિકો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. ટેરિફ પર કેટલાક મતભેદ  રહ્યા છે, પરંતુ ભારત-અમેરિકા સંબંધો ઘણા ઊંડા અને લાંબા ગાળાના વિશ્વાસ પર આધારિત છે. ગોરે એ પણ સંકેત આપ્યો કે યુએસ ભારત સાથેના સંબંધોને એટલા મજબૂત બનાવવા માંગે છે કે ભારત ચીનથી દૂર રહે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *