સવારે ઉઠતા જ ગળામાં દુખાવો થાય છે?

ગળામાં દુખાવો ઘણા કારણોસર થાય છે, જેમ કે ધૂળવાળી હવાના સંપર્કમાં અથવા વાયરલ ઇન્ફેકશનના લીધે વગેરે.જોકે, કેટલાક સરળ ઘરેલું ઉપાયો આ સમસ્યાથી રાહત આપી શકે છે.

4 Tips to Avoid Vocal Burnout as a Salesperson | Nutshell

ઘણીવાર લોકોને સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો , શુષ્કતા અથવા હળવી બળતરા અનુભવાય છે. ખાસ કરીને ડબલ ઋતુમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. આ સમસ્યા સામાન્ય લાગે છે, પરંતુ જો અવગણવામાં આવે તો તે ધીમે ધીમે મોટું સ્વરૂપ લઈ શકે છે. કેટલાક ઘરેલુ ઉપચાર દ્વારા તમે ગળામાં દુખાવાથી રાહત મેળવી શકો છો.

Tonsils GIFs | Tenor

ગળામાં દુખાવો ઘણા કારણોસર થાય છે, જેમ કે ધૂળવાળી હવાના સંપર્કમાં અથવા વાયરલ ઇન્ફેકશનના લીધે વગેરે.જોકે, કેટલાક સરળ ઘરેલું ઉપાયો આ સમસ્યાથી રાહત આપી શકે છે.

Sick Asian Chinese woman touch sore throat painful neck ill girl lose

ગળામાં દુખાવાના કારણો

  • ઘણા લોકો નાક બંધ થવાને કારણે અથવા આદતને કારણે ઊંઘ દરમિયાન મોં દ્વારા શ્વાસ લે છે. જેના કારણે ગળું સુકાઈ જાય છે અને સવારે ગળામાં દુખાવો અનુભવાય છે.
  • હવામાં રહેલી ધૂળ અને પ્રદૂષણ ગળાને અસર કરે છે. આવા વાતાવરણમાં રાતોરાત શ્વાસ લેવાથી બળતરા અને ગળામાં દુખાવો થઈ શકે છે.
  • જો ઓશીકું કે પલંગ લાંબા સમય સુધી સાફ ન કરવામાં આવે તો તેના પર ધૂળના કણો અને બેક્ટેરિયા જમા થાય છે. આ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને ગળાને અસર કરે છે.

ગળાના દુખાવા માટે ઘરેલું ઉપચાર

  • સવારે ઉઠતાની સાથે જ હુંફાળા પાણીમાં સિંધવ મીઠું નાખીને કોગળા કરો . તેનાથી ગળામાં દુખાવો અને સોજો તરત જ ઓછો થાય છે અને બેક્ટેરિયા પણ મરી જાય છે.
  • તુલસી, આદુ અને કાળા મરીનો ઉકાળો : 5 તુલસીના પાન, 2 કાળા મરી અને આદુનો એક નાનો ટુકડો પાણીમાં ઉકાળો. તેને ગાળીને ગરમા ગરમ પીવાથી ગળામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
  • પલંગ અને ગાદલાની સફાઈ : દર અઠવાડિયે પલંગ, ગાદલાના કવર અને ચાદર ધોઈ લો. આનાથી ધૂળ અને બેક્ટેરિયા એકઠા થતા અટકશે અને ગળાની સમસ્યાઓ પણ અટકશે.
  • સવારે ગરમ પાણી પીવો : સવારે હુંફાળું પાણી પીવાથી ગળામાં દુખાવો ઝડપથી મટે છે અને ગળામાં હાઇડ્રેટેડતા રહે છે. ગળાના દુખાવાને નાની સમસ્યા સમજીને તેને અવગણવી ન જોઈએ.ક્લિનીંગનું ધ્યાન રાખીને અને આ સરળ ઘરેલું ઉપાયો અપનાવીને, તમે સવારની અગવડતાથી છુટકારો મેળવી શકો છો. જો ગળામાં દુખાવો લાંબા સમય સુધી રહે છે, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *