બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છઠ્ઠા નોરતેથી ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.
રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે બરાબર ત્યારે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી સૌને ચોંકાવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન સર્જી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, અને ખાસ કરીને નવરાત્રીના તહેવાર પર વરસાદનું વિઘ્ન આવી શકે છે. ૧૬ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે.
આ વરસાદ બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે આવશે. છઠ્ઠા નોરતેથી ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ થશે. ૨૫ સપ્ટેમ્બરે વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે. આમ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી. ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી. નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી.