ફેશિયલ માટે ચોખનો લોટનો ઉપયોગ ફાયદા | નવરાત્રી દરમિયાન મોંઘા પાર્લરથી લઈને મોંઘી બ્રાન્ડેડ કોસ્મેટિક પ્રોડક્ટસ સુધી ઘણા લોકો ખર્ચ કરે છે. પરંતુ આ બધી મગજમારીમાં પડ્યા વગર તમે નવરાત્રીમાં ઘરે જ ફેશિયલ દ્વારા ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. જાણો કેવી રીતે?
નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની છે. ખેલૈયા અગાઉથીજ ઉત્સાહિત છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુંદર દેખાવવા માટે મહિલાઓથી લઈને પુરુષો પણ ઘણા સ્કિન કેર નુસખા અપનાવે છે. મોંઘા પાર્લરથી લઈને મોંઘી બ્રાન્ડેડ કોસ્મેટિક પ્રોડક્ટસ સુધી ઘણા ખર્ચ કરે છે. પરંતુ આ બધી મગજમારીમાં પડ્યા વગર તમે નવરાત્રીમાં ઘરે જ ફેશિયલ દ્વારા ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. જાણો કેવી રીતે?
સોશિયલ મીડિયા પર કોરિયન બ્યુટી કેર ખૂબ જ ચર્ચામાં છે. ચોખાનું પાણી ગ્લોઈંગ સ્કિન માટે લોકપ્રિય બની રહ્યું છે. તે ઘણીવાર સ્કિન કેરની એક પદ્ધતિ છે જે ખૂબ જ ઓછી આડઅસર સાથે ઉત્તમ પરિણામો આપે છે. અહીં જાણો ચોખાના લોટનો ઉપયોગ કરીને તમે ઘરે જ નવરાત્રીમાં માટે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો,
સામગ્રી
- ૨ ચમચી ચોખાનો લોટ
- ૨ ચમચી દહીં
- ૨ ચમચી ગુલાબજળ
- ૧ ચમચી મધ
ફેશિયલ માટે ચોખાના લોટનો ઉપયોગ
- એક નાના બાઉલમાં, ચોખાનો લોટ અને દહીં મિક્સ કરો.
- તેમાં મધ અને ગુલાબજળ ઉમેરો. જો જરૂરી હોય તો, પાણીના થોડા ટીપાં ઉમેરો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ માટે રહેવા દો.
- તે સુકાઈ જાય પછી, તમે તેને ઠંડા પાણીથી ધોઈ શકો છો. તે પહેલાં, તમે તેને હળવા હાથે માલિશ કરી શકો છો.
- ચોખાના લોટ અને દહીંમાં સ્કિનને ચમકદાર બનાવવાના ઘણા ગુણો છે. તે કાળા ડાઘ દૂર કરે છે અને પિગમેન્ટેશન ઘટાડે છે.
- ચોખાના લોટના મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો અને દહીંના પ્રીબાયોટિક ગુણધર્મો ત્વચાને નરમ અને સ્વસ્થ બનાવે છે.
- ચોખાનો પાવડર એક ઉત્તમ એક્સફોલિયેટર છે. તે મૃત ત્વચાને દૂર કરે છે અને તાજગીભર્યો દેખાવ આપે છે.