રાહુલ ગાંધીએ આજે વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં વધુ સચોટ પુરાવા સાથે દાવો કર્યો હતો કે, દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કરી છે, નવા વોટ ઉમેરી રહી છે. દેશની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ કર્યા બાદ વધુ સચોટ પુરાવા અને ઉદાહરણો સાથે દેશના વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર જ છાવરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’ રજૂ કરશે.
મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.
મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઈન વોટ ઉમેરવામાં આવ્યા. કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી. જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઈડીને આપી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યાં. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો.
રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર લોકોને વોટ ચોરોને બચાવી રહ્યા છે. મારા આ દાવાના પુરાવા છે જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.
કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ૨૦૨૩ ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ૬૦૧૮ મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમના નંબર પરથી કુલ ૧૨ વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને તેમને તેની જાણ પણ નહોતી. તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે ૧૨ લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. બીજું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર ૩૬ સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે ૦૪:૦૭ વાગ્યાનો હતો.
રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર આરોપ મૂકતાં કહ્યું કે, હું તમામ સચોટ પુરાવા સાથે કહુ છું કે, જ્ઞાનેશ કુમાર દેશના વોટ ચોરોનું રક્ષણ કરી રહ્યા છે. લઘુમતી, દલિત, ઓબીસી કેટેગરીના વોટ ચોરી થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ક્ષેત્ર આલંદમાં ૬૦૧૮ વોટ ડિલિટ કરવાનો પ્રયાસ થયો. ૨૦૨૩ની ચૂંટણીમાં ૬૦૧૮ થી વધુ વોટ ડિલિટ કરવામાં આવ્યા હતા. બૂથ લેવલ અધિકારીએ જણાવ્યું હતું કે, મારા કાકાનો વોટ ડિલિટ થઈ ગયો. તપાસ કરી તો જાણવા મળ્યું કે, પડોશીએ વોટ ડિલિટ કર્યો હતો. પડોશીને પૂછ્યું તો તેણે કહ્યું મેં કોઈ વોટ ડિલિટ કર્યો નથી. વાસ્તવમાં કોઈ એક તાકાતે સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કર્યા હતા.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ગોડાબાઈનો વીડિયો બતાવી વોટ ચોરી મુદ્દે વાત શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, હું પુરાવા સાથે મારી વાત કહી રહ્યો છું. દેશના દલિત અને ઓબીસી ટાર્ગેટમાં છે. હું આપણા દેશ અને બંધારણને પ્રેમ કરુ છું. હું બંધારણની રક્ષા કરીશ. કર્ણાટકના આલંદમાં ૬૦૧૮ મતદારોના નામ દૂર કરી દેવામાં આવ્યા.
રાહુલ ગાંધીના ‘હાઈડ્રોજન બોમ્બ’ ના નિવેદન પર શરદ પવારે જણાવ્યું કે, દેશની નોન-ભાજપ પાર્ટીઓએ પહેલી વાર આ મુદ્દે સંસદની બહાર દેખાવો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત હતાં. ૩૦૦ સાંસદ સંસદ છોડી રસ્તા પર ઉતર્યા છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. ચૂંટણી પંચે આ મામલે પોતાનું વલણ બદલવુ જોઈએ. અમે વાતચીત અને ચર્ચામાંથી પીછેહટ કરવાનો પ્રયાસ કર્યો નથી.