BCCI: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના નવા કોન્ટ્રાક્ટની યાદી જાહેર, જાણો કોની પર કેટલા પૈસા વરસે છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનુ લીસ્ટ જારી કર્યુ હતુ. જે ઓક્ટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 માટે જારી કરવામાં આવ્યુ હતુ. BCCI ની આ લિસ્ટમાં 28 ખેલાડીઓને સ્થાન મળ્યુ છે. દરવખતની માફક આ વખતે પણ BCCI એ ખેલાડીઓના ગ્રેડ 4 હિસ્સાસમાં વહેંચ્યુ છે. જેમાં ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C પ્રમાણે ગ્રેડ વહેચવામાં આવ્યા છે. જેમાં ચારેય ગ્રેડમાં મળનારી રકમમાં કોઇ ફેરફાર કરવામા આવ્યો નથી. કેદાર જાદવ અને મનિષ પાંડેને બીસીસીઆઇએ પડતા મુક્યા છે.

ગ્રેડ A+ માં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવાામા આવ્યો છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) , રોહિત શર્મા (Rohit Sharma) અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમને વર્ષે 7 કરોડ રુપિયા કોન્ટ્રાક્ટના રુપમાં મળશે. પહેલા પણ આ ત્રણેય ખેલાડીઓ આ જ ગ્રેડમાં સામેલ હતા.

ગ્રેડ A માં 10 ક્રિકેટર સામેલ છે. આ ગ્રેડમાં સમાયેલા ક્રિકેટરને વાર્ષિક 5 કરોડ રુપિયા મળશે. ગ્રેડ B માં 5 ક્રિકેટરોનો સમાવેશ કરવામા આવ્યો છે. જેઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ હેઠળ ત્રણ કરોડ રુપ્યા મળશે, તો ગ્રેડ C માં 10 ખેલાડી સામેલ છે. તેમને વર્ષે એક કરોડ રુપિયાની રકમ મળશે.

બીસીસીઆઇ ની નવી યાદીમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, મંહમદ સિરાજ અને યુવા બેટ્સમેન શુભમન ગીલને ફાયદો થાય છેય. પંડ્યાને ગ્રેડ A માં પ્રમોટ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ કરોડ રુપિયા મળેછે. જ્યારે શુભમન ગીલ અને મહંમદ સિરાજને પણ એક કરોડ ની રકમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

તો શાર્દુલ ઠાકુર ને પ્રમોટ કરવા માટે ગ્રેડ B માં કરી દેવામાં આવ્યો છે. જેમાં ત્રણ કરોડ રુપિયા મળી રહ્યા હતા. જોકે કેટલાક ખેલાડીઓના ગ્રેડ પણ ઉતરતા ગ્રેડમાં બદલી દેવાયા હતા. જેમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ગ્રેડ B માં કરી દેવાયો હતો. કેદાર જાદવ અને મનિષ પાંડે ને બીસીસીઆઇ ની નવી લિસ્ટ માં સ્થાન મળી શક્યુ નથી. આ પહેલા બંને ખેલાડીઓ ગ્રેડ C માં સામેલ હતો.

ગ્રેડ પ્રમાણે ક્રિકટરનો સમાવેશ

ગ્રેડ A+: વાર્ષિક 7 કરોડ મળતા આ કોન્ટ્રાક્ટમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને તેમાં સામેલ કરવામાં આવ્યા છે

ગ્રેડ A: વર્ષે 5 કરોડ મળતા આ ગ્રેડમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, શિખર ધવન, કેએલ રાહુલ, મહંમદ શામી, ઇશાંત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા નો સમાવેશ છે.

ગ્રેડ B: વાર્ષિક 3 કરોડ રુપિયા મળતા આ કોન્ટ્રાક્ટમાં ઉમેશ યાદવ, રિદ્ધીમાન સાહા, ભુવનેશ્વર કુમાર, શાર્દુરૃલ ઠાકુર, મયંક અગ્રવાલ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગ્રેડ C: વર્ષે એક કરોડ મળનારી રકમના આ ગ્રેડમાં નવા ક્રિકેટરો મોટા ભાગે સામેલ થતા હોય છે. જેમાં કુલદિપ યાદવ, નવદિપ સૈની, દિપક ચાહર, શુભમન ગીલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને મહંમદ સિરાજનો સમાવેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *