ફેસબુકના ૫૩ કરોડ યુઝર્સના મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક

સાઈબર સિક્યુરિટી ફર્મ મધરબોર્ડના અહેવાલમાં દાવો કરાયો હતો કે ફેસબુકના ૫૩.૩ કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. અગાઉ ૫૦ કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હોવાનો રીપોર્ટ આવ્યો હતો. આ વખતેના ડેટામાં મોબાઈલ નંબર પણ લીક થયા છે. ટેલિગ્રામ ટૂલની મદદથી આ ડેટા હેક થયો હતો.

ફેસબુકના ૫૩.૩૦ કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. એમાં મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, યુઝર નેમ જેવા સંવેદનશીલ ડેટાનો પણ સમાવેશ થતો હતો. સાઈબર સિક્યુરિટી ફર્મ મધરબોર્ડના અહેવાલમાં આ દાવો થયો હતો. સાઈબર સિક્યુરિટી ફર્મના કહેવા પ્રમાણે અગાઉ ૫૦ કરોડ યુઝર્સનો જે ડેટા લીક થયો હતો, તેનાથી આ અલગ છે. તેની ખરાઈ પણ એક્સપર્ટે કરી હતી.

ટેલિગ્રામ બોટના રૃપમાં જોવા મળતાં ટેલિગ્રામ ટૂલથી યુઝર્સને તેની પસંદગીના પેજના ફોનનંબર મેળવવાની સુવિધા આપવામાં આવે છે. પેમેન્ટ કરીને આ વિગતો મેળવી શકાય છે. સાઈબર સુરક્ષા એજન્સીના કહેવા પ્રમાણે તેમના એક્સપર્ટે આનું વેરિફિકેશન કર્યું હતું.
રીપોર્ટ પ્રમાણે એક વિવરણ આપવામાં આવે છે. જેમા બોટ ફેસબુક પેજના યુઝર્સના નંબર આપવામાં આવે છે. હજારોની લાઈક્સ ધરાવતા પેજની કિંમત થોડાંક ડોલર્સ રાખવામાં આવી હતી. એ રકમ ચૂકવીને એ તમામ યુઝર્સના ડેટા મળી શકતા હતા. એ માટે જે તે પેજના યુનિક આઈડેન્ટિફિકેશન કોડની જરૃર પડતી હતી.

અહેવાલનુ માનીએ તો ૧૦૦ લાઈક્સ ધરાવતા પેજના ડેટા બોટ ફ્રીમાં આપે એવી સગવડ હતી. ૫૦ લાઈક્સ ધરાવતા પેજના ૧૦ યુઝર્સની સ્પ્રેડ શિટ બનાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ફેસબુકના ૫૦ કરોડ યુઝર્સના ડેટા લીક થયાનો અહેવાલ આવ્યો હતો. એ વખતે કહેવાયું હતું કે ૧૦૬ દેશોના યુઝર્સનો ડેટા  લીક થયો હતો. એમાં ૬૦ લાખ ભારતીયોનો ડેટા પણ લીક થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *