ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા આ ઐતિહાસિક સ્થળોમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરાયો બંધ

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કોરોનાને કાબૂમાં કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જે સંલગ્ન હવે પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે.

પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરાયો બંધ
ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરી દેવાયો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી 15મી મે એટલે કે 30 દિવસ સુધી પ્રવેશ હાલ બંધ કરાયો છે. વર્લ્ડ હેરીટેઝમાં સ્થાન ધરાવતાં પાવાગઢ ચાંપાનેર ખાતે આવેલા 114 મોન્યુમેન્ટ પૈકી 39 મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા છે. દેશભરમાંથી સ્મારકો નિહાળવા મુલાકાતીઓ આવતાં હોય છે.

રાણકી વાવમાં પ્રવેશ બંધ
કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે પાટણમાં આવેલ ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર રાણીનીવાવમાં આજથી પ્રવેશ બંધ કરાયો છે. કોરોના નું સંક્રમણ વધવાને પગલે પુરાતત્વ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો. આગામી 15મી મે સુધી રાણકી વાવ પ્રવાસીઓ માટે બંધ રહેશે. રાણીની વાવ નિહાળવા દેશ પરદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાને લઇ કોરોના સંક્રમણ ફેલાય નહીં તેવા હેતુ થી આ નિર્ણય લેવાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *