ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ વિવિધ પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે એપ્લિકેશન પ્રોસેસ 16 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો FSSAIની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા 15 મે સુધી ચાલુ રહેશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 38 પદોની ભરતી કરવામાં આવશે.
પદોની સંખ્યા- 38
પદ | સંખ્યા |
પ્રિન્સિપલ મેનેજર | 1 |
જોઈન્ટ ડાયરેક્ટર | 12 |
સિનિયર મેનેજર | 2 |
ડેપ્યુટિ મેનેજર | 17 |
મેનેજર | 6 |
લાયકાત
પ્રિન્સિપલ મેનેજર, સિનિયર મેનેજર અને મેનેજરના પદ પર અરજી કરનાર ઉમેદવારોની પાસે જર્નાલિઝમ, માસ કમ્યુનિકેશન, પબ્લિક રિલેશન અથવા માર્કેટિંગમાં ડિગ્રી હોવી જોઈએ. જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, અને સિનિયર મેનેજર (IT)ના પદ પર અરજી કરનાર ઉમેદવારોની પાસે ટેક્નિકલ ડિગ્રી હોવી જોઈએ.
મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ- 16 એપ્રિલ
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ- 15 મે
આ રીતે અરજી કરો
ઈચ્છુક અને લાયક ઉમેદવારો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ www.fssai.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા નોટિફિકેશન સારી રીતે વાંચી લેવું. અરજી ફોર્મમાં ભૂલ થવા પર તેને રિજેક્ટ કરવામાં આવી શકે છે.