કુંભમેળામાંથી અમદાવાદ આવતી યોગ નગરી એક્સપ્રેસ ટ્રેનને આજે બીજા દિવસે પણ સાબરમતી રેલવે સ્ટેશને રોકવામાં આવી હતી. જેમાં મુસાફરી કરનારા તમામ ૨૩૦ મુસાફરોના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
ટ્રેન નં. ૦૯૦૩૨ યોગનગરી ઋષિકેશ-અમદાવાદ આજે રવિવારે અમદાવાદ આવી ત્યારે તેને સાબરમતી ખાતે રોકીને મ્યુનિ.ના આરોગ્ય ખાતાના ૫૦ જેટલા કર્મચારીઓએ તમામ મુસાફરોના રેપિડ એન્ટિજન કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાં ૧૫ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેઓને સમરસ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી અપાયા છે.
રાજ્ય સરકારની સુચના મુજબ કુંભમેળામાંથી આવતા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરીને જ તેઓને શહેરમાં પ્રવેશ અપાશે.