રાજસ્થાનમાં 24 કલાકમાં રેકોર્ડ 10,000 દર્દી મળ્યા, જે બાદ સરકારે અડધી રાત્રે સમગ્ર પ્રદેશમાં 15 દિવસનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે. 3 મે સુધી પ્રદેશમાં જરૂરી સેવાઓને છોડીને બધું જ બંધ રહેશે. અફરાતફરીમાં લેવામાં આવેલા નિર્ણયથી અનેક લોકોનાં મહત્ત્વનાં કામ અટકી ગયાં છે, જોકે જરૂરી સેવાએ અને જરૂરી સામાનની આપૂર્તિ થતી રહેશે.
નવી ગાઇડલાઈન્સ મુજબ, ખાવા-પીવાનો સામાન. દૂધ ડેરી, કરિયાણાનો સામાન, બજાર, ફળ, શાકબાજી, ડેરી અને પશુચારા સંબંધિત રિટેલ અને હોલસેલની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમણે હોમ ડિલિવરી કરવા પર પ્રાથમિકતા આપવી પડશે. વિશેષ પરિસ્થિતિઓમાં જ સામાન દુકાનમાંથી વેચી શકશે.
ફેરી લગાવીને સાંજે 7 વાગ્યા સુધી જ ફળ-શાકભાજી વેચી શકાશે. પેટ્રોલ પંપ રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. સાર્વજનિક પરિવહન સેવાઓ યથાવત્ રહેશે. રાશનની સરકારી દુકાનો સાતેય દિવસ ખુલ્લી રહેશે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વિભાગોને છોડીને તમામ સરકારી કાર્યાલયો બંધ રહેશે. કારખાનાં, તમામ પ્રકારના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ યથાવત્ રહેશે. ગામડાંમાં મનરેગાનું કામ યથાવત્ રહેશે. નરેગા શ્રમિકોને યોગ્ય રીતે રોજગારી મળતી રહેશે.
બંધ અને પ્રતિબંધ આ સેવાઓ પર લાગુ
- બજાર, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ.
- આવશ્યક સેવાઓને છોડીને તમામ સરકારી ઓફિસ.
- મોલ, સિનેમાઘર, તમામ ધાર્મિક સ્થળ.
- તમામ શિક્ષણ સંસ્થાઓ, કોચિંગ, લાઇબ્રેરી.
- તમામ પ્રકારના સાર્વજનિક સામાજિક, રાજનીતિક, ખેલકૂદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક સમારંભ.
- કોઈપણ પ્રકારના મેળા, સરઘસ.
- આવશ્યક વસ્તુઓને છોડીને તમામ કાર્યસ્થળ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને બજાર.
આ સેવાઓ પર લાગુ નહીં થાય, કોઈપણ પ્રતિબંધ
- ઈમર્જન્સી અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યાલયો
- જિલ્લા પ્રશાસન, ગૃહ, નાણાકીય, પોલીસ, જેલ, હોમગાર્ડ કંટ્રોલ રૂમ અને વોર રૂમ, નાગરિક સુરક્ષા, ફાયરબ્રિગેડ અને ઈમર્જન્સી સર્વિસ. પબ્લિક ટ્રાન્સપોર્ટ, આપદા પ્રબંધ, ખાદ્ય અને નાગરિક આપૂર્તિ, નગર નિગમ, નગર વિકાસ, વીજળી, પેયજળ, ટેલિફોન, સ્વાસ્થ્ય પરિવાર, કલ્યાણ, ચિકિત્સા.
- કેન્દ્ર સરકારની જરૂરી સેવાઓ સાથે જોડાયેલાં કાર્યલાય અને સંસ્થાનો ખુલ્લાં રહેશે, જેના કર્મચારીઓએ આઈડી કાર્ડ દેખાડવા પડશે.
- બસ સ્ટેન્ડ, રેલવે, મેટ્રો સ્ટેશન અને એરોપોર્ટ પર આવતા-જતા લોકોએ યાત્રા ટિકિટ રજૂ કરતાં આવવા-જવાની છૂટ અપાશે.
- રાજ્યમાં આવનારા યાત્રિકોને યાત્રા શરૂ કર્યાને 72 કલાક પહેલાં કરાવવામાં આવેલો RT-PCR રિપોર્ટ રજૂ કરવો પડશે.
- ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને હોસ્પિટલ આવવા-જવાની છૂટ મળશે.
- તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ અને લેબ, તેની સાથે જોડાયેલા તમામ મેડિકલ, પેરામેડિકલ અને તમામ પ્રકારના સ્ટાફ અને સેવાઓને મંજૂરી
- ખાવા-પીવાનો સામાન, કરિયણાનો સામાન, મંડી, ફળ-શાકભાજી, ડેરી અને દૂધ, પશુચારા સાથે જોડાયેલી રિટેલ અને હોલસેલની દુકાન સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હોમ ડિલિવરીની વ્યવસ્થા પર જોર આપવાનું કહેવામાં આવ્યું છે.
- શાકભાજી, ફળોના ઠેલાવાળા, સાઇકલ રિક્ષા, ઓટોરિક્ષા, મોબાઈલ વેન પર વેચવાની મંજૂરી સાંજે 7 વાગ્યા સુધી રહેશે.
- આંતરરાજ્ય અને રાજ્યની અંદર માલને ટ્રાન્સપોર્ટ કરનારાં ભારે વાહનોની અવરજવર, માલના લોડિંગ અને અનલોડિંગ, તેમાં કાર્યરત કર્મચારી, નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ઢાબા અને વાહન રિપેરની દુકાન ખુલ્લી રહેશે.
- કિસાન મંડી પરિસરમાં આવીને પાક વેચી શકશે. કિસાનોએ આવવા સમયે માલ પરમિશન લેટર અને જતી સમયે વેચાયેલા માલની રસીદ કે બિલ દેખાડવાં જરૂરી રહેશે.
- સરકારી રાશન (પીડીએસ)ની દુકાનો કોઈપણ જાતની રજા વગર દરરોજ ખુલ્લી રહેશે.
- 45 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિન માટે આવવા-જવાની મંજૂરી હશે, આઈડી કાર્ડ દેખાડવું જરૂરી રહેશે.
- અખબાર વેચનારાઓને સવારે 4થી 8 વાગ્યા સુધી અનુમતિ રહેશે. મીડિયાકર્મીઓે આઈડી કાર્ડની સાથે આવવા-જવાની મંજૂરી રહેશે.
- લગ્ન સમારંભની અનુમતિ રહેશે, પરંતુ 50થી વધુ લોકોને સામેલ નહીં કરી શકાય.
- અંતિમસંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહીં.
- પહેલાંથી નક્કી પ્રતિયોગી પરીક્ષા આપનારાઓને એડમિશન કાર્ડ દેખાડવા પર આવવા-જવાની મંજૂરી રહેશે.
- મેડિકલ સ્ટોર, મેડિકલ ઉપકરણો સાથે સંબંધિત દુકાનો ખુલ્લી રહેશે.
- ટેલિકોમ, ઈન્ટરનેટ સેવાઓ, ટપાલ સેવાઓ, કુરિયર સુવિધા, પ્રસારણ અને કેબલ સેવાઓ, આઈટી અને આઈટી સંબંધિત સેવાઓ યથાવત્ રહેશે.
- બેંકિંગ સેવાઓ માટે બેંક, એટીએમ અને વીમા કાર્યાલય ખુલ્લાં રહેશે, બેંક-વીમા કર્મચારીઓએ આઈડી કાર્ડ સાથે રાખવાં જરૂરી રહેશે.
- ભોજન સામગ્રી, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ઉપકરણ સહિત તમામ આવશ્યક વસ્તુઓ ઈ-કોમર્સની મદદથી વિતરણ કરવાની છૂટ રહેશે.
- પ્રોસેસ્ડ ફુડ, મીઠાઈની દુકાનો અને રેસ્ટોરાં રાત્રે 8 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકશે. રેસ્ટોરાં અને મીઠાઈની દુકાનોમાં માત્ર ટેકઅવેની જ છૂટ.
- ઈન્દ્રા સરોઈમાં ભોજન બનાવવા અને એના વિતરણનું કામ રાત્રે 8 વાગ્યા સુધી જ થઈ શકશે.
- મનરેગા અને અન્ય ગ્રામીણ વિકાસ યોજનાઓમાં મજૂરોને કામ પર જવાની અનુમતિ હશે, મનરેગામાં કામ યથાવત્ રહેશે.
- પેટ્રોલ પંપ, સીએનજી, પેટ્રોલિયમ અને ગેસથી સંબંધિત રિટેલ અને હોલસેલ આઉટલેટની સેવાઓ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ.
- કોલ્ડસ્ટોરેજ અને વેરહાઉસિંગ સેવાઓ યથાવત્ રહેશે.
- ખાનગી સુરક્ષા સેવાઓ ચાલુ રહેશે.
- તમામ ઉદ્યોગ અને નિર્માણથી સંબંધિત યુનિટ્સમાં કામ કરવાની છૂટ રહેશે. ફેક્ટ્રીઓમાં કામ કરનારા શ્રમિકો અને કર્મચારીઓને આઈડી કાર્ડ મળી રહે એવા આદેશો અપાયા છે.