ડેટા હેક : ડોમીનોઝ ઈન્ડિયાના 18 કરોડ ઓર્ડરનો ડેટા ડાર્ક વેબ પર લીક થયો

ફેસબુક લિંક્ડઈન બાદ હવે ડેટા લીકની હરોળમાં ડોમીનોઝ ઈન્ડિયાનો ડેટા સામેલ થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડોમીનોઝના 18 કરોડ ઓર્ડરના ડેટા લીક થયા છે. સિક્યોરિટી ફર્મ હડસન રોકના CTO એલન ગલે ટ્વીટ કરી આ ડેટા બ્રીચની માહિતી આપી છે.

4.25 કરોડ રૂપિયામાં લીક ડેટા વેચાઈ રહ્યો છે
18 કરોડ ઓર્ડરના લીક ડેટામાં કસ્ટમરના નામ, ફોન નંબર અને ક્રેડિટ કાર્ડ ડિટેલ સહિતની ડિટેલ સામેલ છે. આ તમામ ડેટા ડાર્ક વેબ પર અવેલેબલ છે. એલનના દાવા પ્રમાણે ડોમીનોઝ ઈન્ડિયાનો આ ડેટા હેકર્સ ડાર્ક વેબ પર આશરે 4.25 કરોડ રૂપિયામાં વેચી રહ્યા છે.

ક્સ્ટમર ડિટેલ સાથે કંપનીની ડિટેલ પણ લીક
આ ડેટા લીકમાં 18 કરોડ ઓર્ડર ડિટેલ, 10 લાખ ક્રેડિટ કાર્ડ ડિટેલ સામેલ છે. સાથે જ મોડ ઓફ પેમેન્ટ, ઈમેઈલ આઈડી સહિતની ડિટેલ છે. આ ડેટા લીકમાં ડોમીનોઝ ઈન્ડિયાની 2015થી 2021ની ઈન્ટર્નલ ફાઈલ પણ સામેલ છે.

સાયબર એક્સપર્ટે આ ડેટા લીકની ચેતવણી આપી હતી
સાયબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજહરિયાએ IANSમાં આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ભારતની સાબર ડિફેન્સ એજન્સીને આ ડેટા લીક વિશે 5 માર્ચે ચેતવણી આપી હતી. રાજશેખરે એજન્સીને જણાવ્યું હતું કે ડોમીનોઝ પિત્ઝા હેકિંગનો શિકાર બન્યું છે. તેમાં 20 કરોડથી વધારે ઓર્ડર ડિટેલ અને પર્સનલ ડેટા સામેલ છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ડેટા લીકના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગયા મહિને જ હેકર્સે લાખો મોબિક્વિક યુઝર્સના ડેટા ડાર્ક વેબ પર અપલોડ કર્યા હતા. ઈન્ડિગોએ પણ સ્વીકાર્યું હતું કે ગત ડિસેમ્બરમાં તે હેકિંગનો શિકાર થઈ છે. આ સિવાય ફેસબુક અને લિંક્ડઈનના પણ લાખો યુઝર્સના ડેટા લીક થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *