ક્રેડીટ કાર્ડ ની માંગમાં આવ્યો મોટો ઘટાડો, ફેબ્રુઆરીમાં 47% ઓછા કાર્ડ જારી થયા…

આજકાલ મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડ પર આધારીત છે. જરૂરિયાત સમયે તેની ઉપયોગીતાને કારણે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં દેશમાં નવા ક્રેડિટ કાર્ડની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ભારતીય રિઝર્વ બેંક  ના ડેટાને ટાંકીને મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડએ જણાવ્યું હતું કે તેમાં લગભગ 47 ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં ફક્ત 5.49 લાખ નવા ક્રેડિટ કાર્ડ જ આપવામાં આવ્યાં છે. એવું માનવામાં આવે છે કે કોરોનાને કારણે લોકડાઉન થવાથી આ ઘટાડો થયો છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં નવા ક્રેડિટ કાર્ડ આપવાની તુલનામાં તેમાં 47% ઘટાડો થયો છે જ્યારે ત્રિમાસિક ધોરણે 22% નો ઘટાડો થયો છે. હાલમાં દેશમાં કુલ ક્રેડિટ કાર્ડનો આધાર 6.16 કરોડ છે. આ ઘટાડાના દોરમાં જોકે આઈસીઆઈસીઆઈ બેંકે સૌથી વધુ ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે.

ડિજિટલ પેમેન્ટ્સ ટ્રેકરના અહેવાલ મુજબ, આઇસીઆઈસીઆઈ બેંકે ફેબ્રુઆરીમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા. તેનો માર્કેટ શેર 36.1% રહ્યો છે. જ્યારે એસબીઆઈ બીજા નંબરે હતો. ઇસા માર્કેટ શેર 18.1% હતો. એક્સિસ બેંક ત્રીજા સ્થાને રહી છે. નાણાકીય વર્ષ 2021 માં આઈસીઆઈસીઆઈ બેંકે ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં બાજી મારી હતી. બેંક 32.4% હિસ્સો સર કરવા સાથે ટોચ પર છે જ્યારે એસબીઆઈ કાર્ડ 30.6% શેર સાથે બીજા સ્થાને છે.

રિકવરી ધીમી થઈ શકે છે
કોરોના ઇન્ફેક્શનની બીજી લહેર ભારતીય અર્થવ્યવસ્થાને ફરીથી માઠી અસર કરતી હોય તેવું લાગે છે. તેની અસર ક્રેડિટ કાર્ડ માર્કેટમાં પણ પડી રહી છે. મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ કોવિડના કેસમાં વધારો અને વિવિધ રાજ્યોમાં લોકડાઉન કરવાથી ક્રેડિટ કાર્ડ માર્કેટની રિકવરી ધીમી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *