આ દેશમાં રાખવા પડે છે બે પાસપોર્ટ, જાણો ભારત બહારના દેશોના અનોખા નિયમો

દુનિયામાં એવી અસંખ્ય ચીજો અને નિયમો છે જેને જોઈને આપણને અચરજ થાય. ભારતમાં જે રીતે કેટલાંક નિયમો સામાન્ય છે કે કેટલાંક રીવાજો કે પ્રજા કે વહવટી બાબતો સામાન્ય છે. તેની સરકામણીએ વિદેશમાં સાવ ઉંધું છે. ક્યાંક એકના બદલે રાખવા પડે છે બે પાસપોર્ટ, તો ક્યાંક આખા દેશમાં એક પણ રસ્તાનું નામ નથી આપવામાં આવ્યું. વિદેશની આવી વિચિત્ર બાબતો પણ જાણવા જેવી છે.

1/5

રશિયામાં રાખવા પડે છે બે પાસપોર્ટ

રશિયામાં રાખવા પડે છે બે પાસપોર્ટ

ભારતમાં એક જ પાસપોર્ટમાં લગભગ તમારા તમામ કામો થઈ જાય છે. જો દેશની અંદર જ હવાઈ મુસાફરી કરવાની હોય તો પાસપોર્ટની પણ જરૂર પડતી નથી. જોકે, રશિયા એક એવો દેશ છે જ્યાં તમારે બે અલગ અલગ પાસપોર્ટ રાખવા પડે છે. દેશની અંદર અને દેશની બહાર હવાઈ મુસાફરી માટે તમારે બે અલગ અલગ પાસપોર્ટ રાખવા પડે છે.

2/5

આ દેશમાં નથી હોતા ગલિઓના નામ

આ દેશમાં નથી હોતા ગલિઓના નામ

તમે ભારતમાં જોયું હશે કે અહીં રસ્તાઓ, સ્ટ્રીટ, ગલિઓ, ચાલીઓના અલગ અલગ નામ હોય છે. જોકે, વિદેશમાં એક એવી જગ્યા પણ છે જ્યાં આ પ્રકારે કોઈપણ સ્ટ્રીટને અલગ નામ આપવામાં આવ્યાં નથી. કોસ્ટા રિકા એક એવો દેશ છે જ્યાં સ્ટ્રીટના કોઈ નામ આપવામાં આવ્યાં નથી.

3/5

અહીં મહામારીથી પહેલાં પણ લોકો પહેરતા હતા માસ્ક

અહીં મહામારીથી પહેલાં પણ લોકો પહેરતા હતા માસ્ક

હાલ કોરોનાને કારણે દુનિયાભરમાં લોકો માસ્ક પહેરે છે. પણ સાઉથ કોરિયા એવો દેશ છે જ્યાં સામાન્ય દિવસોમાં પણ લોકો સર્દી-ખાંસીથી બચવા માટે માસ્ક પહેરતા હતાં.

4/5

એવી જગ્યા કોઈપણ આસાનીથી નહીં વાંચી શકે

એવી જગ્યા કોઈપણ આસાનીથી નહીં વાંચી શકે

ન્યૂજીલૈંડમાં એક એવી જગ્યા છે, જેને સૌથી લાંબુ નામ આપવામાં આવ્યું છે. અને એના ઈગ્લિંશ નામમાં લગભગ 85 અક્ષર છે. શું આપે કોઈ દિવસ તેના નામનું ઉચ્ચારણ કરવાની કોશિશ કરી છે.

5/5

અહીં કપડાં સુકાવા માટે ઘરની બહાર લગાવે છે વાંસનો ડંડો

અહીં કપડાં સુકાવા માટે ઘરની બહાર લગાવે છે વાંસનો ડંડો

ભારતમાં ઘરમાં કપડાં સુકાવા માટે દોરી કે તાર બાંધવામાં આવતો હોય છે. જ્યારે સિંગાપુરમાં કંઈક અલગ જ કલ્ચર છે. અહીં કપડાં સુકાવા માટે ઘરની બહાર વાંસનો ડંડો લગાવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *