સારી બોડી અને ફિટનેસ મેઈન્ટેન રાખવા માટે લોકો શું નથી કરતા. કેટલાક લોકો જિમમાં થાય છે, તો કેટલાક લોકો ડાઈટિંગ કરે છે. ફિટનેસ મેઈન્ટેન કરવા માટે જિમમાં પરસેવો પાડવો, ડાયટ પર ધ્યાન આપવું, યોગા, જુમ્બા જેવાં તમામ કામ કરવાં પડે છે, ત્યારે જઈને એક પર્ફેક્ટ બોડી બને છે, પરંતુ હવે આ બધું કર્યા વગર પર તમે એક પર્ફેક્ટ બોડી બનાવી શકો છો.
મસ્ક્યુલર બોડીવાળો શૂટ
હકીકતમાં ચીનના માર્કેટમાં એક મસ્ક્યુલર બોડીવાળો શૂટ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. સિલિકોનથી બનેલો આ શૂટ પહેરીને શરીરને બોડીબિલ્ડર જેવો આકાર આપી શકાય છે. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સિલિકોનથી બનેલા આ શૂટને પહેરીને તમે એકદમ બોડીબિલ્ડર જેવા દેખાશો. એને પહેરવાથી તમારા ‘6 પેક’ સરળતાથી બની જશે.

ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, એને મેડિકલ-ગ્રેડ સિલિકોનની જાડી પરતથી તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે. એ સિવાય આ શૂટમાં હાથની નસો પણ દેખાય છે, ઊંચા કોલરબોન અને સિક્સ પેક એબ્સ પણ છે.
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ
રિપોર્ટમાં ચીનની એક ઈ-કોમર્સ વેબસાઈટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાંથી આ શૂટ ઓનલાઈન મગાવી શકાય છે. એટલું જ નહીં, એની કિંમતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ શૂટ ઘણા મોંઘા ભાવે વેચવામાં આવી રહ્યા છે. ઈ-કોમર્સ વેબસાઈટ પર આ શૂટની કિંમત 87 પાઉન્ડ (9,107 રૂપિયા)થી 438 પાઉન્ડ (4,5852 રૂપિયા) સુધી જણાવવામાં આવી રહી છે. ઘણા દેશોમાં તેની ડિમાન્ડ વધવા લાગી છે. આ શૂટ શરીરના ઉપલા અને નીચલા ભાગ માટે ઉપલબ્ધ છે.
શૂટનો કલર મનુષ્યની ત્વચા જેવો
સૌથી રસપ્રદ આ વાત એ છે કે એને પહેર્યા બાદ એ અંદાજ નથી લગાવી શકાતો કે એ અસલી શરીર છે કે કોઈ શૂટ છે. આ શૂટનો કલર મનુષ્યની ત્વચા જેવો છે. એની બનાવટ પણ એકદમ બોડીબિલ્ડર જેવી છે. દેખાવમાં એ એકદમ પર્ફેક્ટ ટોન બોડી જેવો દેખાય છે. આ શૂટની ઘણી ડિમાન્ડ છે અને એની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
એકંદરે ભલે એ અસલી શરીરને હકીકતમાં ન બદલે, પરંતુ આ શૂટને પહેર્યા બાદ શરીર જરૂરથી બદલાયેલું દેખાશે. લોકો એને ખરીદી રહ્યા છે અને પોતાની સેલ્ફી પણ શેર કરી રહ્યા છે. જો કોરોનાકાળમાં તમારું શરીર પણ અનફિટ થઈ ગયું છે તો આ આઈડિયા કામમાં આવશે. આ આઈડિયાથી એક ફિટ શરીર દેખાડવાની તમારી ઈચ્છા પૂરી થઈ જશે.