પીએમ મોદીની આજે ત્રણ મહત્ત્વપૂર્ણ બેઠક, બંગાળનો ચૂંટણી પ્રવાસ કર્યો રદ્દ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે કોરોના ની સ્થિતિને લઈને ત્રણ ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. પ્રધાનમંત્રી મોદી આજે દેશના સૌથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોંફ્રેસથી ચર્ચા કરશે. આ સિવાય દેશના અગ્રણી ઓક્સિજન ઉત્પાદકો સહિત ત્રણ મહત્વપૂર્ણ બેઠક કરીને મહામારીની હાલની સ્થિતિની સમીક્ષા કરશે.

આ ત્રણેય ઉચ્ચ સ્તરીય બેઠકને લીધે પ્રધાનમંત્રી મોદીએ આજે પોતાનો પશ્ચિમ બંગાળ નો ચૂંટણી પ્રવાસ પણ રદ કરી દીધો છે. ગુરૂવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે કોવિડ 19ની હાલની સ્થિતિને લઈને તેઓ આજે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. પ્રધાનમંત્રીની પ્રથમ બેઠક સવારે નવ વાગ્યે હશે. જેમાં કોરોના મહામારીને હાલની સ્થિતિની સમીક્ષા કરવામા આવશે. બીજી બેઠક સવારે દસ વાગ્યે હશે. જેમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરશે અને મહામારીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બપોરે સાડા બાર વાગ્યે દેશના અગ્રણી ઓક્સિજન ઉત્પાદકો સાથે વાતચીત કરશે.

દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 21 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 (COVID 19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે.

    • કુલ કેસ   એક કરોડ 56 લાખ 16 હજાર 130
    • કિલ ડિસ્ચાર્જ  એક કરોડ 32 લાખ 76 હજાર 039
    • કુલ એક્ટિવ કેસ   21 લાખ 57 હજાર 538
  • કુલ મોત   1 લાખ 82 હજાર 553

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *