જો તમે COVID-19 રસીનો બીજો ડોઝ ચૂકી ગયા છો ? તો જાણો શું થાય છે

હાલ કોરોનાની બીજી લહેરે ભારતમાં ચિંતા વધારી દીધી છે. જ્યારથી કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે લોકો કોરોના વેક્સીન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. આ વચ્ચે સમાચાર આવ્યા હતા કે કોરોનાની રસીની અછત છે. જેથી  COVID-19 વેક્સીનનો પહેલો ડોઝ લેનારની ચિંતા વધી ગઈ છે. ભારતમાં 2 રસી હાલ ઉપલબ્ધ છે. જેમાં બાયોટેકની કોવીશિલ્ડ અને સીરમ ઇન્સ્ટીટયુટની કોવિકસિન. કોવીશીલ્ડનો બીજો ડોઝ ચારથી 6 અઠવાડીયામાં લઇ શકાય છે. જયારે કોવિકસિનનો બીજો ડોઝ 28 દિવસની અંદર લઇ શકાય છે.

જો કે, તાજેતરના તબીબી જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી અસરકારકતા મળી છે. જે ભારતમાં કોવિશિલ્ડના નામ હેઠળ વેચાય છે, જ્યારે બીજો ડોઝ 12 અઠવાડિયાના અંતરે પછી આપવામાં આવે છે. પરંતુ જો તમે હજી પણ આ સમય ચુકી જાવ છો તો જાણો શું થાય છે.

આ સાથે જ ઘણા લોકો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેતા નથી. જો તમે 1 વર્ષ સુધી બીજો ડોઝ લેતા નથી તો તમારે પહેલો ડોઝ પણ ફરીથી લેવો પડશે. તો કોરોનાના નિષ્ણાત ડોકટરોએ રસીના એક ડોઝ બાદ કેટલી અસર થાય છે તે અંગે હજુ સુધી કઇ કહ્યું નથી. વેક્સીનની ટ્રાયલમાં ચારથી બાર અઠવાડીયા પછી બીજો ડોઝ મળ્યો હતો.

એક રિસર્ચ સામે આવ્યું છે કે, એક ડોઝ લીધા બાદ બીજા ડોઝનો સમય વીતી ગયો હોય તો પણ બીજો ડોઝ લઇ શકાય છે. કોવીશીલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના 8થી 12 અઠવાડિયામાં લઇ શકાય છે. બીજો ડોઝ સમયસર ના લેવો તે કોઈ નુકસાનકારક નથી પરંતુ અસરકારકતાને થોડી અસર કરે છે. પરંતુ કેટલી અસર કરે છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

નોંધનીય છે કે, રસીકરણ વધારવા માટે રસીને આયાત કરવી જોઈએ. તો દેશમાં રસીનું ઉત્પાદન વધારવું જોઈએ. યુદ્ધના ધોરણે રસીકરણનું કામ શરૂ કરવું જોઈએ. તો સરકારી હોસ્પિટલમાં આ રસી વિનામૂલ્યે મળે છે.તો ખાનગી હોસ્પિટલમાં આ રસીના પૈસા ચૂકવવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *