અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા હવે લોકો રજાના દિવસે બહાર જવાનું ટાળી રહ્યાં છે.
વધતા સંક્રમણ વચ્ચે રવિવારે શહેરના માર્ગો ખાલીખમ જોવા મળ્યા હતા.
એક તરફ વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક બજારો બંધની જાહેરાત તો કામ વગર લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા.
ટ્રાફિકથી ભરચક માર્ગો સૂમસામ નજરે પડી રહ્યા છે.
રવિવાર અને કોરોનાની અસર શહેરના માર્ગો પર વર્તાઇ રહી છે.