કોવિડની સુનામીનો બહાદુરીથી સામનો કરી રહેલા ભારત માટે વિદેશથી મદદની સાથે સાથે હિંમત પણ મળી રહી છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના મુખ્ય સ્થળો પર ભારતીય ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યા અને Stay Strong India સ્લોગન લખવામાં આવ્યા છે. UAEના પ્રખ્યાત બિઝનેસમેને ફોટોઝ ટ્વિટ કરીને કહ્યું કે, ભારત અને તેના લોકો જે રીતે કોવિડ-19ની આ જંગમાં એકતા અને ધૈર્ય રાખી રહ્યા છે.
તેનો જુસ્સો વધારવા માટે અબુધાબીના પ્રતિષ્ઠિત સ્થળોને રાષ્ટ્રધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. UAE ખાતે આવેલી બુર્જ ખલિફા પર ભારતનો ધ્વજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહ્યાને COVID-19 કેસોમાં પડકારને પહોંચી વળવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ દર્શાવ્યો છે.તેમણે ભારત સાથેના યુએઈના સંપૂર્ણ સમર્થન અને એકતાની વાતને ફરીથી કહી હતી.
આ વાત રવિવારે શેખ અબ્દુલ્લાએ ભારતીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર સાથે કરેલા ફોન કોલમાં તેમણે કરી હતી. શેખ અબ્દુલ્લાએ કહ્યું કે યુએઈના નેતૃત્વ, સરકાર અને લોકો ભારત સાથે સંપૂર્ણ સપોર્ટમાં છે. શેખ અબ્દુલ્લાએ યુએઈની ભારત સરકાર દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા પ્રયાસોના સમર્થનમાં તમામ સંસાધનો સમર્પિત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. શેખ અબ્દુલ્લાએ રોગચાળાના પીડિત લોકો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરી, ભારતના લોકો માટે આરોગ્ય અને સુખાકારીની શુભેચ્છા વ્યક્ત કરી હતી.