પશ્ચિમ બંગાળમાં કોરોનાનું સંકટ ખૂબ જ ઘેરુ બને તેવી દહેશત સર્જાઈ છે, કારણ કે કોલકાતા અને તેની આજુબાજુના વિસ્તારોમાં જે RT-PCR ટેસ્ટ કરાવામાં આવી રહ્યા છે તેમાં પ્રત્યકેક બે પૈકી એક ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે.
રાજ્યના અન્ય ભાગોમાંથી પણ RT-PCR રિપોર્ટ પ્રત્યેક ચાર પૈકી એક રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. આ મહિનાની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં નવા કેસોની સંખ્યામાં પાંચ ગણો ઉછાળો આવ્યો છે. મહિનાની શરૂઆતમાં 20 ટેસ્ટ પૈકી એક કેસ પોઝિટિવ આવતો હતો.
તારીખ | ટેસ્ટ | પોઝિટિવ કેસ |
1 એપ્રિલ | 25,766 | 1274 (4.9%) |
7 એપ્રિલ | 29,343 | 2390 (8.1%) |
15 એપ્રિલ | 42,121 | 6769 (16%) |
23 એપ્રિલ | 52,646 | 12876 (24.3%) |
24 એપ્રિલ | 55,060 | 12876 (24.3%) |
કોલકાતા તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલી લેબોરેટરીઝમાં કેસની પોઝિટિવિટીનો દર 45-55 ટકા આસપાસ છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં આ પ્રમાણ 24 ટકા આસપાસ છે. આ મહિનાની શરૂઆતમાં આ પ્રમાણ 5 ટકા હતું, તેમ RT-PCR ટેસ્ટ કરતી સૌથી મોટી લેબોરેટરીઝ પૈકીની એક લેબોરેટરીના એક અગ્રણી ડોક્ટરે આ માહિતી આપી છે.ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે પોઝિટિવ આવવાનું પ્રમાણ ખૂબ જ ઉંચુ છે. આ સાથે દર્દીઓમાં વ્યાપક પ્રમાણમાં અથવા નજીવા લક્ષણો જોવા મળી રહ્યા છે. અમે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કરી રહ્યા નથી.