સલમાન ખાન વેબ સિરીઝ “92 ડેઝ” થી OTT પ્લેટફોર્મનો પ્રોડ્યુસર બનશે

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. તો ઘણા સ્ટાર્સ આ પ્લેટફોર્મ માટે તેમના બેનર હેઠળ વેબ સિરીઝ પણ બનાવી રહ્યા છે. એક્ટ કરવા મામલે મોટા સ્ટાર્સના લિસ્ટમાં અજય દેવગણ અને અક્ષય કુમાર સામેલ છે. પ્રોજેક્ટ બનાવવા મામલે શાહરૂખ ખાનનું રેડ ચિલીઝ એક્ટિવ છે. હવે આ લીગમાં સલમાન ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. SKF ફિલ્મ્સથી તે ‘92 ડેઝ’ નામની એક વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહ્યો છે.

પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આ વેબ સિરીઝમાં મેન લીડમાં સલમાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા છે. આ સિરીઝ ત્રણ ડિરેક્ટર ભેગા મળીને બનાવી રહ્યા છે. ઝી પ્લેટફોર્મ પર સલમાનની રાધે રિલીઝ થઇ રહી છે. 92 ડેઝ પ્રથમ ઇનહાઉસ પ્રોજેક્ટ હશે, જે ઝી સ્ટુડિયોને બદલે એમેઝોન પ્રાઈમ માટે બનાવવામાં આવશે.

સિરીઝ એક રોડ ટ્રિપની સ્ટોરી છે
‘92 ડેઝ’ મૂળ રૂપે એક રોડ ટ્રિપની સ્ટોરી છે. શરુઆત આગ્રાથી થાય છે. પછી કેરેક્ટર મથુરા, મુરૈના, ગ્વાલિયર, ચંબલ, દતિયા, ઓરછા, ઇન્દોર અને મહેશ્વર ટ્રાવેલ કરે છે. આ વિસ્તારોમાં ટીમ 92 દિવસનું શૂટ કરશે. 30 એપ્રિલથી વધુ એક રેકી થશે. હાલ બધાની નજર 3 મે પર અટકેલી છે. ત્યારે ખબર પડશે કે શૂટિંગ થશે કે લોકડાઉન, કોરોના કર્ફ્યું આગળ લંબાશે.

વેબ સિરીઝમાં સલમાનનો કેમિયો પણ હોય શકે છે
સલમાનનાં નજીકના સૂત્રોએ ક્લિયર કર્યું કે, આ વેબ સિરીઝમાં સલમાનનો કેમિયો કદાચ હોય શકે છે, કારણ કે તેની ફિલ્મના કામ જ હજુ પેન્ડિંગ છે. હજુ ‘ટાઈગર 3’નું શૂટિંગ 45 ટકા થયું છે. તેને પૂરું કરવામાં આ વર્ષ જતું રહેશે. એ પછી સલમાન ખાન સાજિદની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી કરશે.

મુરાદ ખેતાનીએ સાઉથના વિજયની ફિલ્મના રાઈટ્સ લીધા છે. તેની હિન્દી રીમેક માટે તેઓ સલમાનને મળ્યા પણ છે. તેમાં પણ એક્ટરે રસ દાખવ્યો છે. હવે ધર્મસંકટ એ છે કે, તે કઈ ફિલ્મ પહેલાં શરુ કરે! ‘કભી ઈદ કભી દિવાલી’ની જાહેરાત ગયા વર્ષે 11 ફેબ્રુઆરીએ થઇ હતી, પણ રાઈટર હજુ પણ સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપી શક્ય નથી. ફિલ્મમાં સલમાનની ઓપોઝિટ પૂજા હેગડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *