18થી 45 વર્ષના લોકો, કોરોનાની રસીની નોંધણી, આજે 4 વાગ્યા બાદ કરી શકશે

સમગ્ર દેશમાં આગામી પહેલી મે 2021થી 18થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ ( corona vaccine ) અભિયાન હાથ ધરાશે. આ વેક્સિનેશનમાં જોડાવવા માટે આજ 28મી એપ્રિલ 2021થી ઓનલાઈન નોંધણી ( Registration) કરાવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આરોગ્ય સેતુ દ્વારા કરાયેલા ટિવટ મુજબ આજે સાંજે 4 વાગ્યા બાદ, કોરોના વેક્સિનેશન માટે નોંધણી કરાશે.

સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે નોંધણી કરાવ્યા વિના આવનારાઓને રસી આપવામાં નહી આવે. આથી 18થી 45 વર્ષની વયના લોકોએ આજે સવારથી જ www.selfregistration.cowin.gov.in અને આરોગ્ય સેતુ એપ ઉપર નોંધણી કરાવવા મથી રહ્યાં છે. પરંતુ નોંધણી થઈ નથી રહી તેવી ફરિયાદ લોકોએ સોશિયલ મિડીયા થકી કરતા, આખરે આરોગ્ય સેતુ દ્વારા ટવીટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે કે, આજે સાંજે 4 વાગ્યા બાદ, 18થી 45 વર્ષના લોકો માટે કોરોનાની રસી લેવા અંગે નોંધણીની શરૂઆત થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *