બુધ ગ્રહનું રાશિ પરિવર્તન : 25 મે સુધી મેષ, કર્ક, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સારો સમય રહી શકે છે

બુધ ગ્રહ 30 એપ્રિલના રોજ એટલે આજે રાશિ બદલીને વૃષભમાં આવી જશે અને 25 મે સુધી આ રાશિમાં રહેશે. આ ગ્રહની ચાલમાં ફેરફાર થવાથી 5 રાશિઓ માટે સારો સમય શરૂ થઇ જશે. ત્યાં જ, મિથુન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ સિવાય 4 રાશિના જાતકો માટે મિશ્રિત સમય રહી શકે છે.

મેષ, કર્ક, સિંહ, તુલા, ધન માટે શુભઃ-
વૃષભ રાશિમાં બુધ ગ્રહના આવી જવાથી મેષ, કર્ક, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. અટવાયેલાં રૂપિય મળવાના પણ યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટા કામકાજની યોજના બનાવશે. આ લોકોની તર્ક શક્તિ પણ વધશે.

વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિ માટે સામાન્યઃ-
બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોના વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. કામકાજને લઇને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોજિંદા કાર્યોમા મહેનત પણ વધારે કરવી પડી શકે છે. દોડભાગ વધશે. સાથે જ લેવડ-દેવડ અને રોકાણ સમજી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવુ જોઈએ.

મિથુન, કુંભ અને મીન રાશિના લોકો માટે અશુભઃ-
વૃષભ રાશિમાં બુધના આવી જવાથી મિથુન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. બચત પૂર્ણ થશે અને રોકાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નસને લગતો કોઇ રોગ થઇ શકે છે. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *