કોરોનાના ત્રીજા વેવનો ખૌફ, વેક્સીનેશનના પહેલા જ દિવસે વેક્સીન લેવા લાઈનો લાગી

રાજ્યમાં આજથી 18 વર્ષથી 44 વર્ષના યુવાનો માટે રસીકરણનો પ્રારંભ થયો છે. આને કોરોનાનો ડર કહો કે ખૌફ, પણ પહેલા જ દિવસે વેક્સીન લેવા માટે યુવાનોનો ઉત્સાહ ગુજરાતના શહેરોમાં જોવા મળ્યો. મતદાન મથકમાં જે પ્રકારે લાઈનો લાગે એ પ્રકારે યુવાનો વેક્સીન લેવા માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી વેક્સીન સેન્ટર ઉપર યુવાનોની લાંબી કતારો જોવા મળી છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં યુવાનોએ વેક્સીન લેવાના ફાયદા જણાવ્યા. સાથે જ કહ્યું કે, વેક્સીન લીધા પછી કોરોના થાય તો પણ તેની સામે વધારે સારી રીતે લડી શકાય છે. કોરોનાનો ત્રીજો વેવ આવે તો પણ તેની સામે અડીખમ ઉભું રહી શકાય છે.

1/5

ગાંધીનગર સહિત ગુજરાતના 10 જિલ્લાઓમાં આજથી રસીકરણ (Vaccine For 18 Plus) નો પ્રારંભ થયો છે. ગાંધીનગરની સેક્ટર 7 પ્રાથમિક શાળામાં લાંબી કતારો લાગી છે. યુવાનોમાં રસીકરણને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો.

  
2/5

રાજકોટમાં 48 સ્કૂલોમાં વેક્સીનેશન

રાજકોટમાં 48 સ્કૂલોમાં વેક્સીનેશન

રાજકોટમાં અલગ અલગ 48 સ્કૂલોમા વેક્સીનની પ્રકિયાઓ હાથ ધરવામાં આવશે છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 48 સ્કૂલ પર વેક્સીન (vaccination)  માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રાજકોટમાં આજે યુવાનો વેક્સીનેશન કરાવશે. મનપાનો 300 લોકોના સ્ટાફ આ માટે તૈનાત રહેશે. સાંજ સુધીમાં એક સેન્ટર પર 200 લોકોને વેકસીનેશન થઇ શકશે. તો આવતીકાલે રાજકોટમાં 10000 લોકોને વેક્સીન આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

  
3/5

વડોદરામાં 76 સેન્ટર પર વેક્સીનેશન

વડોદરામાં 76 સેન્ટર પર વેક્સીનેશન

18 વર્ષ થી ઉપરના નાગરિકોને આજથી વડોદરામાં રસી અપાશે. શહેરના 76 સેન્ટર પર કોરોનાની રસી અપાશે. આજે દરેક સેન્ટર પર લોકોને રસી મળશે. રજિસ્ટ્રેશન સિવાયના લોકોને વેક્સીન નહિ મળે તેની ખાસ નોંધ લે.

 
4/5

cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે. જોકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી. જેણે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હસે તેને જ વેક્સીન મળશે.

  
5/5

સમગ્ર દેશમાં આજથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેક્સિનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ 10 જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *