દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.
હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં દેશના સૌથી મોટા ૯૦ દાનવીરોએ કુલ ૯૩૨૪ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં ૧૦ કરોડ રુપિયાથી વધારે દાન આપનારાઓની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. ૨૦૨૦માં આવા લોકોની સંખ્યા ૮૦ પર પહોંચી છે. લિસ્ટમાં સામેલ દાતાઓની સરેરાશ વય ૬૬ રુપિયા છે. ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર બિની બસંલ ૪૦ વર્ષના પહેલા એવા ડોનર છે જે આ લિસ્ટમાં સામેલ થયા છે.
ભારતમાં સૌથી વધારે દાન અઝીમ પ્રેમજીએ કર્યુ છે. તેમણે ૭૯૦૪ કરોડ રુપિયા દાન કર્યા છે. જેમાંથી મોટાભાગનો ખર્ચ શિક્ષણના ક્ષેત્રમાં થયો છે. તે હિસાબે અઝીમ પ્રેમજીએ દરરોજ સરેરાશ ૨૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
બીજા ક્રમે એચસીએલના શિવ નાડર છે. જેમણે ૭૯૫ કરોડ રુપિયા સખાવતના કામમાં વાપર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ ૪૫૮ કરોડ રુપિયા દાન કર્યુ છે. તેઓ ત્રીજા નંબરે છે.
બીજા ઉદ્યોગપતિઓમાં કુમાર મંગલમ બિરલાએ ૨૭૫ કરોડ,
વેદાંતાના અનિલ અગ્રવાલે ૨૧૫ કરોડ, પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલે ૧૯૬ કરોડ, નંદન નીલેકણીએ ૧૫૯ કરોડ, હિન્દુજા ગ્રૂપના હિન્દુજા બ્રધર્સે ૧૩૩ કરોડ, ગૌતમ અદાણીએ ૮૮ કરોડ, ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા અને સમીર મહેતાએ ૮૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.