પશ્ચિમ બંગાળની અંદર ટીએમસીએ પ્રચંડ જીત મેળવી છે. જો કે મમતા બેનર્જી પોતાની નંદીગ્રામ સીટ પરથી હારી ગયા છે. ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને 1700 જેટલા મતોથી હરાવ્યા છે જે કે મમતા બેનર્જી અને તેમની પાર્ટીએ કહ્યું છે કે તેઓ નંદીગ્રામની સીટ માટે કર્ટમાં જશે. હવે ઘણા લોકોને સવાલ થતો હશે કે જો મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છ તો હવે મુખ્યમંત્રી કણ બનશે? શું ચૂટણી હારી ગયા બાદ પણ તેઓ મુખ્યમંત્રી બની શકે છે?
આ સવાલનો જવાબ છે કે હા ચૂંટણી હાર્યા બદા પણ મમતા બેનર્જી જ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 164 અંતર્ગત તેઓ મુખ્યમંતરી પદની શપથ લઇ શકે છે. અનુચ્છેદ 164(4)માં કહેવામાં આવ્યું છે કે એક મંત્રી કે જે સતત 6 મહિના સુધી રાજ્યના વિધાનમંડળનો સભ્ય નથી, તેને તે પદ છોડવું પડશે. જેનો અર્થ એવો થાય છે કે મમતા બેનર્જીને છ મહિનાની અંદર કોઇ પણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતવી પડશે.
2011માં પણ જ્યારે મમતા બેનર્ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેઓ સાંસદ હતા, તેમણે વિધાનસભા ચૂંટણી લડી નહોતી. થોડા મહિના બાદ તેમણે ભવાનીપુરથી તજીત મલવી હતી. ત્યારે આ વખતે પમ તેમણે ફરી વખત ચૂંટણી લડવી જોઇશે. કોંગ્રેસ નેતા અને કાયદા નિષ્ણાંત અભિષેક સંઘવીએ કહ્યું કે કાયદાકિય રીતે અને નૈતિક રીત કોઇને પણ મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા બાદ 6 મહિનાની અંદર ચૂંટણી જીતે તો કોઇને પણ આપત્તિ ના હોવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે બંગાળમાં સતત ત્રીજી વખત ટીએમસીની સરકાર બનવા જઇ રહી છે, જેનું નેતૃત્વ મમતા બેનર્જી કરશે. આ જીતની સાથે જ મમતા બેનર્જીનું રાજનીતિક કદ વધ્યું છે. તેઓ બિન ભાજપી અને બિન કોંગ્રેસી નેતા તરીકે ઉભરી આવ્યા છે.