Kerala Lockdown: દેશના વધુ એક રાજ્યએ લગાવ્યું લોકડાઉન, તાજેતરમાં યોજાઈ હતી ચૂંટણી

દેશમાં કોરોનાનો કહેર  વધી રહ્યો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ લોકડાઉન લગાવી ચુક્યા છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. કેરળમાં પણ હવે લોકડાઉન લગાવવામાં આવશે.

કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું, કોરોનાની બીજી લહેરામાં રાજ્યમાં વધી રહેલા કોવિડ-19 કેસ પર નિયંત્રણ મેળવવા 8 મેના રોજ સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન લાદવામાં આવશે. હાલ કેરળમાં 3,76,004 એક્ટિવ કેસ છે. જ્યારે 13,62,363 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. જ્યારે 5565 લોકોના મોત થયા છે.

 

દેશમાં કોરોના મહામારીએ  ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.

એક્ટિવ કેસ 35 લાખને પાર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ  આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  બે કરોડ 10 લાખ 77 હજાર 410

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844

કુલ એક્ટિવ કેસ – 35 લાખ 66 હજાર 398

કુલ મોત – 2 લાખ 23 હજાર 168

16 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *