મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM Modiને લખ્યો પત્ર, કહ્યુ મરાઠા આરક્ષણનો નિર્ણય તાત્કાલિક લો

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ્દ કર્યા પછી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તાત્તકાલિક આ મામલે તરફેણમાં નિર્ણય લેવા અપીલ કરી છે.  બુધવારે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત અંગેનો રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે એક તાકીદની બેઠક મળી હતી. તે પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાકીદનું નિવેદન આપીને આ અપીલ કરી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરતા જણાવ્યુ છે કે,  “અનામત અંગેનો નિર્ણય રાજ્યનો નહીં પરંતુ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિનો છે. સુપ્રીમ કોર્ટે એવું જ કહ્યું છે. તેથી, મરાઠા અનામત અંગે તાત્કાલિક નિર્ણય લેવા હું રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સામે હાથ જોડી વિનંતી કરુ છું.”  મુખ્યમંત્રીએ મરાઠા આરક્ષણનો બોલ હવે સીધો કેન્દ્ર સરકારની કોર્ટમાં ફેંકી દીધો હોવાથી, મહારાષ્ઠ્રમાં રાજકારણ ગરમાય તેવી સંભાવના છે.

જેથી ઉદ્ધવ ઠાકરેએ હવે આને મહારાષ્ટ્રના ખેડૂત અને પરિશ્રમશીલ સમુદાયનું કમનસીબી ગણાવી છે. સાથે જ તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રએ મરાઠા સમુદાયના આત્મગૌરવને બચાવવા માટે જ અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય વિધાનસભામાં તમામ રાજકીય પક્ષો દ્વારા સર્વાનુમતે લેવામાં આવેલા આ નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે પલટવાર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્ર સરકારને આ અનામત અંગે નિર્ણય લેવાનો અધિકાર નથી.

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આંદોલન અંગે કરેલા નિર્ણય સંદર્ભે સુપ્રિમ કોર્ટે આદેશ આપતા કહ્યુ છે કે, અનામત અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ પાસે છે.  રાજ્ય પાસે નહી. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને, મરાઠા અનામત આપવા અંગે નિર્ણય કરવા જણાવ્યું છે.  ઉદ્ધવ ઠાકરેના આ પગલાને કારણે, મહારાષ્ટ્રમાં મરાઠા અનામત અંગે રાજનીતિ ગરમાશે.

મરાઠા અનામતને લગતી સમાન ગતિ બતાવો – સીએમ ઠાકરે

વધુમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા સાર્વભૌમ છે અને સરકાર લોકોનો અવાજ છે. સરકારે આ નિર્ણય લીધો કારણ કે મરાઠા આરક્ષણ એ મહારાષ્ટ્રના પીડિતોના વિશાળ વર્ગને આક્રોશ હતો, જે એક રીતે, છત્રપતિ શિવાજીનું મહારાષ્ટ્ર પ્રત્યેનું માર્ગદર્શન હતું. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનામતનો નિર્ણય લેવાનો અધિકાર રાજ્યમાં નહીં પણ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને છે. એટલા માટે ઉદ્ધુવ ઠાકરેએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મરાઠા અનામત અંગે તાત્કાલિક નિર્ણય લેવાની વિનંતી કરતો એક પત્ર લખ્યો છે. અગાઉ, શાહબાનો કેસમાં એટ્રોસિટી એક્ટ અને article 370 ના હટાવવાનો મામલે કેન્દ્રએ તાકીદે નિર્ણય લઈને ન્યાય બતાવ્યો છે. આ માટે બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે અપીલ કરી છે કે મરાઠા અનામતને લઈને પણ આ જ ગતિ બતાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *