8 મે 2021ના રોજ ભારત-યૂરોપીય સંઘના નેતાઓની વર્ચ્યુઅલ બેઠક આયોજિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિશેષ આમંત્રિતના રુપમાં યુરોપીય પરિષદની બેઠકમાં ભાગ લેશે. ભારતીય-યૂરોપીય સંઘના નેતાઓની બેઠક પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા દ્વારા આયોજિત કરવામાં આવી છે. પોર્ટુગલ વર્તમાનમાં યૂરોપીય સંઘ પરિષદની અધ્યક્ષતા કરે છે.
પીએમ મોદી બધા જ 27 યૂરોપીય સંઘના સભ્ય રાજ્યોના રાષ્ટ્રધ્યક્ષો અથવા શાસનાધ્યક્ષો સાથે બેઠકમાં ભાગ લેશે. ભારત યૂરોપીય સંઘના નેતાઓની બેઠક ઈયૂ+27 પ્રારુપમાં પહેલીવાર આયોજિત કરવામાં આવી રહી છે. બંને પક્ષોના સ્ટ્રેર્જીક ગઠજોડને વધારે પ્રગાઢ બનાવવાની આંકાક્ષાને પ્રદર્શિત કરે છે. આ બેઠક દરમિયાન નેતા કોરોના મહામારી અને આરોગ્ય સેવા સહયોગની સ્થિતિને લઈ પોતાનો વિચાર રાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત-યુરોપીય સંઘ શિખર બેઠકમાં ભાગ લેવા પોર્ટુગાલની યાત્રા પર જવાના હતા. પરંતુ કોરોનાની સ્થિતિને બગડતી જોઈ હવે આ બેઠક ડિજિટલ માધ્યમથી થશે. આ બેઠકમાં કોરોનાને લઈ ચર્ચા કરવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાતની જાણકારી આપી હતી.
દેશમાં આ સમયે સૌથી મોટી ચિંતા કોરોનાની બીજી લહેરને લઈને છે. એવામાં હવે ત્રીજી લહેરને લઈ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રને ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર માટે અત્યારે મોટા પ્લાન બનાવવાની જરુર છે, જેથી આવનારા સમયમાં આનો સામનો સરળતાથી કરી શકાય. ગુરુવારે કોરોના સંક્રમણના કારણે 4,12, 262 નવા કેસ સામે આવ્યા જ્યારે 3,980 લોકોના મૃત્યુ થયા છે.