WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર, New Privacy Policy ની સમય મર્યાદા અંગે કંપનીનું વલણ નરમ થયું

WhatsApp યુઝર્સ માટે રાહતના સમાચાર છે. કંપની દ્વારા New Privacy Policy ને સ્વીકાર કરવા માટે આપવામાં આવેલી 15 મેની અંતિમ તારીખને દૂર કરી દીધી છે. એટલે કે જે WhatsApp યુઝર્સ 15 મે સુધી New Privacy Policy ને સ્વીકારશે નહિ તો પણ તેમનું એકાઉન્ટ બંધ કરવામાં નહી આવે.

વોટ્સએપની New Privacy Policy ને લઈને ઘણા વિવાદ થયા હતા. આને યુઝર્સ ની ગોપનીયતા પર હુમલો કહેવામાં આવી રહ્યો છે. વિવાદ વધતો ગયો, વિવાદ વધતા અને વિરોધ થતા કંપની પણ બેકફૂટ પર હતી, તેથી જ કંપનીએ સમયમર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે.

માર્ચ મહિનામાં Competition Commission of India (CCI) એ તેના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ઇન્વેસ્ટિગેશનને WhatsApp નવી ગોપનીયતા નીતિ (New Privacy Policy)ની તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. આદેશ આપતી વખતે CCI એ કહ્યું હતું કે નીતિ અપડેટ કરવાના નામે વોટ્સએપે તેના ‘શોષણકારી અને ભેદભાવયુક્ત’ વર્તન દ્વારા પ્રથમ હરીફાઈ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસમાં મીડિયા રિપોર્ટ્સના આધારે સુઓમોટો લેતા આયોગે વોટ્સએપ એલએલસી અને તેની મૂળ કંપની ફેસબુક સામે આદેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પણ આ નીતિ અંગે સખત ટિપ્પણી કરી છે.

જો કે, વ્હોટ્સએપે કહ્યું કે 2021નું અપડેટ ફેસબુક સાથે તેના ડેટા શેર કરવાની ક્ષમતામાં વધારો થયો નથી. તેનો હેતુ વોટ્સએપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા, તેના ઉપયોગ અને શેરિંગમાં વધુ પારદર્શિતા લાવવાનો છે. જોકે, CCI એ સ્પષ્ટ કર્યું છે કે ડીજીની તપાસ બાદ જ કંપનીના આવા દાવાઓની પુષ્ટિ થઈ શકે છે. કમિશને જણાવ્યું હતું કે WhatsApp યુઝર્સ તેમના અંગત ડેટાના માલિક છે. New Privacy Policy અંતર્ગત તેમને ફેસબુકની અન્ય કંપનીઓને આ પ્રકારની માહિતી શેર કરવાનો વોટ્સએનો હેતુ શું છે તે જાણવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *