ભારતે 95 દેશોને 6 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપ્યાં, તેથી 40 દેશ ભારતની પડખે ઊભા રહ્યાં

ભારતે જાન્યુઆરીથી એપ્રિલ સુધી વિશ્વનાં લગભગ 95 દેશને કોરોનાની વેક્સિન આપી હતી, જેના પરિણામ હવે સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારત દેશને 40થી વધુ દેશોએ ઓક્સિજનથી લઈને રેમડેસિવિરની મદદ કરી હતી.

ભારતને ધાર્યા પ્રમાણે સહાયતા ન મળી
જોકે, ભારતે અત્યાર સુધી 95 દેશને 6 કરોડથી વધુ વેક્સિનનાં ડોઝ આપ્યા છે. આના પ્રમાણમાં જે મદદ મળી રહી છે, તે ધાર્યા કરતા ઓછી છે. પરંતુ રણનીતિકાર માને છે કે આના બદલે ભારતે જે વિવિધ દેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે એની ડોલરથી ડોલર સાથે તુલના ન કરવી જોઈએ.

દેશ-વિદેશનાં સાધનોનાં વપરાશમાં મુશ્કેલી
દેશમાં જે વિદેશથી સાધનો આવ્યા છે, એનો ઘણા કારણોસર ત્વરિત ઉપયોગ થઈ શક્યો નથી. અમેરિકાનાં સાધનો 110 વોલ્ટ પર કાર્ય કરતા હોય છે, જ્યારે ભારતમાં 220 વોલ્ટનો વિજ પુરવઠો આપવામાં આવે છે. તેથીજ અમેરિકાથી આવેલા સાધનોનો ઉપયોગ થઈ શકે એમ નથી. આ પ્રમાણે દેશ-વિદેશથી જે મદદ આવી છે, એ તમામ સંસાધનોમાં આવા પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે. અત્યારે ભારત દેશનાં એન્જિનિયર આ સાધનો વચ્ચેની કડીને શોધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *