રસદાર ફળ વધુ પૌષક તત્વોથી ભરપૂર હોય છે. ગરમીમાં કેરીને ડાયટમાં સામેલ કરવાથી એક નહી અનેક ફાયદા થાય છે. કેરી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખની રોશની વઘારે છે

કેરી સ્વાદિષ્ટી અને રસદાર ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ઓછી કેલેરી અને વધુ ફાઇબર હોવાથી કેરી વજન ઉતારવામાં પણ ઉપકારક છે.

નિષ્ણાતના મત મુજબ કેરી શુગર લેવલને વધાર્યા વિના શરીરને ઉર્જાવાન રાખે છે. તેથી ડાયાબિટીશના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેરીનો બીજો ફાયદો એ પણ છે કે, તે લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.

કેરી પોટેશિયમ, મેગ્નેશ્યિમ, વિટામીન સી, ફાઇબરથી માલામાલ છે. જે આપના બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. જો આપ થાઇરોઇડની બીમારીથી પિડીત હો તો કેરી ઓષધનું કામ કરે છે.

પૌધા આધારિત પૌષક તત્વો ડાઇટરી ફાઇબર અને પાણીની માત્રાથી ભરપૂર કેરી પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.

કેરી વિટામીન ઇથી પણ ભરપૂર છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોવાથી સ્કિન માટે પણ ફાયદા કારક છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને પણ વધારે છે. વાળ અને સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે.

ન્યુટ્રીશ્યનની સલાહ મુજબ કેરીને ખાધા પહેલા 30 મિનિટ પાણીમાં ડૂબાડી દો. ત્યારબાદ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેની લિજજત લો.