કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે પંજાબમાં તેમની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ હુમલો વધુ તીવ્ર બનાવતા આક્ષેપ કર્યો કે ધારાસભ્યોમાં સર્વસંમતિ છે કે રાજ્યને તેમના પક્ષને બદલે બાદલ ચલાવે છે. સિદ્ધુનો તેમની પાર્ટીની સરકાર વિરુદ્ધનો આક્રોસ એવા સમયે આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલા જ તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અમરિંદર સિંહની અસમર્થતાને કારણે સરકારને 2015માં કોટકપુરા પોલીસ ફાયરિંગ કેસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને સ્વીકાર કરવાની ફરજ પડી.
પંજાબના ફિરીદકોટમાં એક ધાર્મિક ગ્રંથના અનાદર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હાઈકોર્ટે બનેલી ઘટનાના એસઆઈટી તપાસ રિપોર્ટને હાઈકોર્ટે ફગાવી દીધા પછી અમૃતસરના ધારાસભ્ય સિદ્ધુએ પોતાની સરકારની ટીકા કરી હતી. પંજાબના મુખ્ય પ્રધાન સિંહે કોંગ્રેસ નેતાની નારાજગીને સંપૂર્ણ શિસ્તબદ્ધ ગણાવી હતી. નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે ચા સાથે ચર્ચા કરી હતી.
સિંધુએ રાજ્યની અગાઉની શિરોમણી અકાલી દળ-ભાજપ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનારા બાદલ પરિવારનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે રાજ્યની અમલદારશાહી અને પોલીસ તેમની ‘ઈચ્છાઓ’ પ્રમાણે કાર્ય કરી રહી છે. રવિવારે એક ટ્વીટમાં સિદ્ધુએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્યોમાં સામાન્ય સહમતી છે કે કોંગ્રેસ સરકારના બદલે બાદલ સરકાર શાસન કરી રહી છે.