રોકાણકારોની સંપત્તિ વધીને રૂા. 213 લાખ કરોડની ટોચે

દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ધીમો પડયાના અહેવાલો પાછળ આજે નવા સપ્તાહના પ્રારંભે શેરબજારમાં તેજીની આગેકૂચ થતા રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. માર્કેટ કેપ) વધીને રૂા. ૨૧૩ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

કોરોનાનો બીજો તબક્કો ઘાતક પુરવાર થયા બાદ સરકારના વિવિધ પગલા તેમજ ઉદ્યોગો દ્વારા ભરાયેલા વિવિધ પગલા તેમજ રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પેકેજની બજાર પર સાનુકૂળ અસર હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની (એફપીઆઇ) આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીના પગલે બજારમાં સુધારો ઝડપથી આગળ વધ્યો હતો.

આમ નવી લેવાલીના પગલે આજે બીએસઇ સેન્સેક્સ ૨૯૫.૯૪ પોઇન્ટ ઉછળી ૪૯૫૦૨.૪૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૧૧૯.૨૦ પોઇન્ટ વધીને ૧૪૯૪૨.૩૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૨.૦૪ લાખ કરોડનો વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. આજે એફપીઆઇએ રૂા. ૫૮૩ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *