ટ્રાઈસિટીમાં આજકાલ સાઈબર ક્રાઈમનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવે સાઈબર ક્રાઈમ કરનારે યુવાનોને શિકાર બનાવવાનાં શરૂ કરી દધા છે. પંજાબનાં મોહાલીમાં રહેતા એક 24 વર્ષનાં યુવાને એક યુવતીની ભોળી-ભોળી વાતોમાં ફસાઈને પોતાના સાડા 13 લાખ લાખ રૂપિયા ગુમાવી દીધા છે. આ અંગે સ્થાનિક પોલીસે 24 વર્ષનાં યુવકની ફરિયાદને આધારે યુવતી અને એના મિત્રો વિરૂદ્ધ IT એક્ટ અંતર્ગત વિવિધ કલમો લગાવીને કેસ દાખલ કર્યો છે.
યુવતીએ સામેથી વીડિયો કોલ કર્યો
પોલીસ ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે દોઢ મહિના પહેલા યુવકનાં નંબર પર એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. યુવકે જ્યારે આ કોલ ઉપાડ્યો ત્યારે એક સુંદર યુવતીએ એની સાથે મિત્રતા કરવાની વાત કહી હતી. યુવક પણ સુંદર યુવતીની વાતોમાં આવી ગયો અને એની સાથે વીડિયો કોલ પર વાતો કરવા લગ્યો હતો. યુવતી અને યુવક વચ્ચે આ દરમિયાન કલાકો સુધી વીડિયો કોલ પર વાતો થઈ હતી.
યુવકની હરકતોનો વીડિયો ઉતારીને બ્લેકમેલ કર્યો
વીડિયો કોલ પૂરો થયા પછી ગણતરીનાં કલાકમાં યુવકનાં ફોનમાં યુવતીનાં નંબર પરથી એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. એણે જ્યારે આ વીડિયો જોયો ત્યારે એને જબરો આઘાત લાગ્યો હતો. કારણ કે આમાં નિર્વસ્ત્ર યુવકનાં વીડિયો કોલ દરમિયાન કરેસા કૃત્યનું સંપૂર્ણ રોકોર્ડિંગ હતું. વીડિયો કોલ દ્વારા યુવતીએ ક્યારે એનો વીડિયો ઉતારી લીધો એ વાતની એણે જાણ પણ નહોતી. આ રેકોર્ડિંગનાં આધારે યુવકને બ્લેકમેલ કરવામાં આવતો હતો.
ચંડીગઢમાં 5 અને મોહાલીમાં 7 લોકોની ફરિયાદ નોંધાઈ
ચંડીગઢમાં સાઈબર ટીમ અને મોહાલી સાઈબર ટીમનાં જણાવ્યા અનુસાર આવા પ્રકારની બ્લેકમેલનાં અત્યારસુધી 12 કેસ સામે આવ્યા છે. જેમાં 5 ફરિયાદ ચંડીગઢ સાઈબર સેલમાં અને 7 ફરિયાદ મોહાલી સાઈબર ટીમમાં નોંધાઈ છે. સાઈબર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીઓએ જે મોબાઈલ નંબર આપ્યા છે એ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે, પરંતુ મોટાભાગે આવા નંબર ખોટા કાગળો અને દસ્તાવેજોનાં આધારે ખરીદવામાં આવ્યા હોય છે.
અશ્લીલ વીડિયો કોલિંગમાં યુવતીઓ પણ સામેલ
પોલીસ પોતાનાથી બનતો તમામ પ્રયાસો કરી રહી છે, જેથી જેમ બને એમ જલ્દી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે. પરંતુ આ કોઈ એક સાઈબર ઠગનું કામ નથી અલગ અલગ સાઈબર ઠગનાં કામ છે. હવે આ પ્રકારના અશ્લીલ નિર્વસ્ત્ર વીડિયો કોલિંગમાં યુવતીઓ પણ જોડાઈ રહી છે.