મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31 મે સુદી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સાથે જ જરુરી સેવાઓ માટે આપવામાં આવેલી છૂટ પહેલાની માફક જ આપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય સરકારે ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયા બાદ લીધો છે. 10 મે સુધી કોરોના કેસમાં ઘટાડો થયો હતો, ત્યારબાદ સંક્રમણનો આંકડો ફરીથી વધવા લાગ્યો છે.
મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 11 મેથી ફરીથી નવા કેસોની સંખ્યા 40 હજારને પાર ગઇ છે. રાજ્યમાં આજે 46 હજાર 781 નવા કેસ સામે આવ્યા છે. તો 816 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
તો મહારાષ્ટ્ર સરકારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાને હાલ પુરતો રોકવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા પહેલા એવા લોકોને રસી આપવામાં આવશે, જેમને કોરોના રસીનો એક ડોઝ લાગી ગયો છે પરંતુ બીજો ડોઝ મળ્યો નથી. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે અત્યારે16 લાખ કોવિશીલ્ડ અને ચાર લાખ કોવેક્સિનની ડોઝ અત્યારે આપવાની બાકી છે. જ્યારે સરકાર પાસે અત્યારે 7 લાક કોવિશીલ્ડ અને 3 લાખ કોવેક્સિનની ડોઝ ઉપલબ્ધ છે.