મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી

છેલ્લાં કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પીચ તથા મેકડાનોલ્ડ અંગે મજાક કરતા મેસેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સ્પીચ સાથે ચેડાં કરનાર યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. યુવકની સીએમની સ્પીચ સાથે ચેડાં કર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ત્યારે મુખ્યમંત્રીનું પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી પ્રદીપ કહાર નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના યુવકે સીએમની સ્પીચ એડિટ કરી હતી 
32 વર્ષનો યુવક પ્રદીપ કહાર વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહે છે. તેણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓરિજનલ સ્પીચને એડિટ કરી હતી. સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરીને તેને બનાવી હતી. એટલુ જ નહિ, તેણે આ સ્પીચ સોશિયલ મીડિયા પર ફરતી પણ કરી હતી. સાયબર ક્રાઈમે તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રદીપ કહારે આ સ્પીચને એડિટ કરી બનાવી હતી. ત્યારે આ અંગે પોલીસે પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ફેમસ થવા પ્રદીપે આવું કર્યું 
આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. પ્રદીપના સોશિયલ મીડીયા એકાઉન્ટમાં મુખ્યમંત્રીના મેકડોનાલ્ડવાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરેલો વીડિયો પોસ્ટ કરાયો છે. આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *