કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકને મહિને રૂા.4 હજાર સહાય

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.કેટલાંય બાળકોએ કોરોનાથી ંસંક્રમિત માાતાપિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા.4 હજાર સહાય કરવા સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

કોરોનાને લીધે ગુજરાતમાં મૃત્યુઆંક ચિંતાજનક છે. જોકે, હવે થોડાક રાહતના સમાચાર એછેકે, શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં કેટલાંય માસુમ બાળકો એવા છે જેમણે કોરોના સંક્રમણને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હવે આ બાળકોના ઉછેરનો પ્રશ્ન ઉપસિૃથત થયો છે.

આ મુદ્દે રાજ્ય સરકારની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યો હતો.રાજ્ય સરકારે એવો  નિર્ણય કર્યો હતોકે, કોરોનાની બિમારીમાં માતાપિતા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા.4 હજારની સહાય કરવામાં આવશે. આ અનાથ બાળકને 18  વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. સરકારની સહાયને પગલે અનાથ-નિરાધાર બાળકના ઉછેરમાં અવરોધ નહી સર્જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *