અરબી સમુદ્રમાંથી ઉઠેલા આ વર્ષનું પ્રથમ ચક્રવાત તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે શુક્રવારે કેરળના કોટ્ટયામ કિનારે ભારે વરસાદ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વિકરાળ થશે. આ વાવાઝોડું 18 મેની સવાર સુધીમાં ગુજરાત પહોંચશે. જ્યાં ભારે વિનાશની સંભાવના છે. એનડીઆરએફે અરબ સાગરમાં બનેલા ચક્રવાત ‘તૌકતે’ સામે જીત મેળવવા માટે 53 ટીમો તૈનાત કરવાની તૈયારી કરી લીધી છે.
ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ પાંચ રાજ્યોમાં ચક્રવાત વાવાઝોડાને લઈને ચેતવણી જારી કરી છે. આ ટીમો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે. બીજી તરફ, આઇએમડીએ એમ પણ કહ્યું છે કે 17 મેના રોજ વાવાઝોડા ખૂબ જ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.
શનિવાર રાત સુધીમાં ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે 16 થી 19 મેની વચ્ચે તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે તેવી સંભાવના છે, જેમાં 150-160 કિ.મી પ્રતિ કલાકની પવનની ઝડપ હશે. પવનની ગતિ પણ 175 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 મેના રોજ લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડશે.
આ 53 ટિમ પૈકી 24 ટીમો પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી છે, જ્યારે બાકીની ટીમને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આઇએમડીએ કહ્યું કે આ તોફાન 18 મેની સાંજ સુધીમાં ગુજરાતના કાંઠે નજીક પહોંચી શકે છે. મ્યાનમાર એ આ ચક્રવાતને નામ આપ્યું છે. આ વર્ષે ભારતીય દરિયાકાંઠે આ પહેલું ચક્રવાત તોફાન હશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાંથી નીકળતો તૌકાતે 16-19 મે સુધીમાં ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનમાં ફેરવી શકે છે. આ સાથે શુક્રવારે એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ગુજરાત સહિતના નજીકના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકના 175 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
ચક્રવાતી તોફાનની ચેતવણી બાદ શુક્રવારે મહારાષ્ટ્રના રાયગઢ કાંઠે માછીમારો 142 નૌકાઓ સાથે પરત ફર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડા 16 મેના રોજ મુંબઇ અને કોંકણથી પસાર થઈ શકે છે. અરબી સમુદ્રને અડીને આવેલા આ વિસ્તારોમાં ભારે વરસાદ થશે. બીજી તરફ રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લામાં રવિવાર અને સોમવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સોમવારે મુંબઇ, થાણે અને રાયગમાં વરસાદ પડશે. રાયગઢમાં શનિવારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે.