દિલ્હીમાં સંક્રમણ ઘટયું છતાં લોકડાઉન 24 મે સુધી લંબાવાયું

નવી દિલ્હી : દેશનાં વિવિધ રાજ્યોમાં હજું પણ કોરોના સંક્રમણની બીજી લહેરનો કહેર યથાવત હોવાથી રાજ્ય સરકારોને લોકડાઉન લંબાવવની ફરજ પડી રહી છે, દિલ્હી અને પંજાબનાં મુખ્ય પ્રધાનોએ તો  તે અંગેની જાહેરાત પણ કરી દીધી છે, દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લોકડાઇનને વધુ એક સપ્તાહ સુધી વધારવાની ઘોષણા કરી છે.

રાજધાનીમાં લોકડાઉનની અવધી 17 મે સવારે 5 વાગ્યે પુરી થતી હતી જે હવે 24 મે સવારનાં 5 વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે, તે અંગેનું કારણ આપતા  તેમણે  કહ્યું  કે આપણે કોરોના રોગચાળામાં જે રિકવરી પ્રાપ્ત કર્યો છે,  તે ઉતાવળમાં લોકડાઉન ખોલીને ગુમાવી શકાય નહીં.

આ સાથે જ  તેમણે લોકોને સચેત કર્યા કે રાજ્યમાં  ત્રીજી લહેર ખતરનાક હોઇ શકે છે, તેથી લોકોએ પોતાની જાતને સુરક્ષીત રાખવા માટે ઘરમાં જ બંધ રાખવી જોઇએ, રાજ્યમાં 26 મેએ સંક્રમણ દર 35 ટકા હતો અને હવે 21 દિવસ બાદ તેમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. તે જ પ્રકારે પંજાબનાં મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે પણ હાલની પરિસ્થિતીને જોતા લોકડાઉન નિયંત્રણોને 31 મે સુધી લંબાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *